Connect Gujarat
ગુજરાત

મોરબી : કલ્યાણપુર ગામમાં પુરમાં ફસાયેલા લોકો માટે પોલીસ બની દેવદુત

મોરબી : કલ્યાણપુર ગામમાં પુરમાં ફસાયેલા લોકો માટે પોલીસ બની દેવદુત
X

ટંકારાના કલ્યાણપુર ગામે પાણીમાં ફસાયેલા લોકોને પોલીસે રેસ્ક્યૂ કર્યા છે. પોલીસ તરવૈયા સાથે રેસ્ક્યૂમાં જોડાઈ અને દિલધડક ઑપરેશન કર્યુ હતું. પોલીસના જવાને ખભ્ભા પર બાળકોને લઈને પાણીના ધસમસતા વહેણમાં બાળકોને બચાવ્યા હતા. પ્રાપ્ત અહેવાલો મુજબ ટંકારાના કલ્યાણપુર ગામે 43 લોકો પાણીમાં ફસાયા હતા. દરમિયાન ગામના લોકોને બચાવા માટે થયેલા રેસ્ક્યૂમાં પોલીસ પણ જોતરાઈ ગઈ હતી અને ગ્રામજનોને મોતના મુખમાંથી બચાવ્યા હતા.

રેસ્ક્યૂ કરતા પોલીસનો વીડિયો વાયરલ થયો છે. કોન્સ્ટેબલ પૃથ્થવીરાજસિંહ જાડેજાએ સ્થાનિક તરવૈયાની મદદથી બાળકોને બચાવ્યા હતા. સવારથી મોરબી જિલ્લામાં મેઘમહેર જામી છે. જિલ્લા પોલીસે અત્યંત સરાહનીય ભૂમિકા ભજવતા કલ્યાણપુર વિસ્તારમાં 43 લોકો ફસાયા હતા તેમાં જિલ્લા પોલીસ વડા ડૉ.કરણરાજ વાઘેલાના નેજા હેઠળ રેસ્ક્યૂમાં પોલીસ પણ જોતરાઈ હતી.

Next Story