રાજકોટ: ગોંડલ નજીક ટાયર ફાટયા બાદ કાર એસ.ટી.બસ સાથે ભટકાય, કારમાં સવાર 5 લોકોના મોત

ગોંડલ નજીક ભોજપરા અને બિલાયાળા વચ્ચે રાજકોટ તરફથી આવતી કારનું ટાયર ફાટતાં એ ડિવાઈડર ટપી સામેની સાઈડમાં આવતી એસટી બસ સાથે ધડાકાભેર અથડાઈ હતી.

New Update

રાજકોટ-ગોંડલ નેશનલ હાઇવે પર ગમખ્વાર અકસ્માત થયો છે. ગોંડલ નજીક ભોજપરા અને બિલાયાળા વચ્ચે રાજકોટ તરફથી આવતી કારનું ટાયર ફાટતાં એ ડિવાઈડર ટપી સામેની સાઈડમાં આવતી એસટી બસ સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ ગોઝારા અકસ્માતમાં 5 લોકોનાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યાં મોત નીપજ્યાં છે, જ્યારે 2 વ્યક્તિને ઇજા પહોંચતાં તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ છે. અકસ્માતના પગલે સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા. અકસ્માતના બનાવને લઈને 108 અને હાઇવે ઓથોરિટીનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો તેમજ બનાવને લઈને ગોંડલ તાલુકા પોલીસ ઘટનાસ્થળે પહોંચી મૃતકોના મૃતદેહોને પીએમ માટે હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરાઈ છે તેમજ 108 મારફત ઇજાગ્રસ્તોને ગોંડલ બાદ રાજકોટ હોસ્પિટલે ખસેડાયા છે.

" max-width="100%" class="video-element note-video-clip" height="360">


Read the Next Article

ભીની આંખો સાથે વિદાય... વિજય રૂપાણીના અંતિમ દર્શન માટે રાજકોટના રસ્તાઓ પર ભીડ ઉમટી પડી

ભાજપના વરિષ્ઠ નેતા અને ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની અંતિમ યાત્રા શરૂ થઈ ગઈ છે. આ યાત્રામાં ઘણા ભાજપના નેતાઓ અને કાર્યકરો સામેલ થયા

New Update
VIJAY RUPANI Last Rites

ભાજપના વરિષ્ઠ નેતા અને ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની અંતિમ યાત્રા શરૂ થઈ ગઈ છે. આ યાત્રામાં ઘણા ભાજપના નેતાઓ અને કાર્યકરો સામેલ છે. અંતિમ યાત્રા પહેલા વિજય રૂપાણીના પત્ની અંજલી રૂપાણીએ ભીની આંખો સાથે તેમને પુષ્પાંજલિ અર્પણ કરીને વિદાય આપી.

VIJAY RUPANI ANTIM YATRA

આ દરમિયાન,રૂપાણીના પત્ની ખૂબ જ ભાવુક થઈ ગયા અને પોતાના પુત્રને ગળે લગાવીને રડી પડ્યા.12જૂન, 2025ના રોજ,અમદાવાદ એરપોર્ટથી લંડન જતી એર ઈન્ડિયાની ફ્લાઇટ ટેકઓફ થયાના થોડા સમય પછી ક્રેશ થઈ ગઈ. આ ભયાનક અકસ્માતમાં241લોકોના મોત થયા. ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી રૂપાણી પણ એ જ વિમાનમાં સવાર હતા.

રૂપાણી પરિવાર પાર્થિવદેહ લઈ પહોંચતાં રાજકોટ હીબકે ચડ્યું:-

રવિવારે,ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે વિજય રૂપાણીનો ડીએનએ સવારે11:10વાગ્યે મેચ થયો હતો અને તેમના પરિવારને તેના વિશે જાણ કરવામાં આવી છે. ભૂતપૂર્વ મુખ્યમંત્રીના અંતિમ સંસ્કારમાં હજારો લોકો હાજરી આપે તેવી અપેક્ષા છે,તેથી સરળ જાહેર પરિવહન વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે ખાસ પાર્કિંગ વ્યવસ્થા કરવામાં આવી છે.

વિજય રૂપાણીનો નશ્વરદેહ રાજકોટ પહોંચ્યો ત્યારનો વિડિયો:-