Connect Gujarat
રાજકોટ 

રાજકોટ:ગોંડલ માર્કેટ યાર્ડની ચૂંટણીમાં ભગવો લહેરાયો,ભાજપ પ્રેરિત પેનલના ઉમેદવારોની જીત

X

સૌરાષ્ટ્રના અગ્રીમ ગણાતા ગોંડલ માર્કેટ યાર્ડની ચૂંટણીમાં ભાજપ પ્રેરિત પેનલનો વિજય થતા ભવ્ય વિજય સરઘસ નીકળ્યું હતું. સૌરાષ્ટ્રના અગ્રીમ ગણાતા ગોંડલ માર્કેટ યાર્ડની ચૂંટણીમાં આજે શાંતિપૂર્ણ માહોલમાં મત ગણતરીનો પ્રારંભ થયો હતો. હાલ મતગણતરી પુરી થતા જેમાં ૫૮૬ માંથી ભાજપ પ્રેરિત ઉમેદવારોને ૫૪૦ જેટલા મત મળ્યા હતા.

જયારે કોંગ્રેસ પ્રેરિત ઉમેદવારોને ૧૮ મત મળ્યા હતા. જયારે ગોંડલ માર્કેટ યાર્ડ માં ભગવો લહેરાયો છે તમામ ઉમેદવારો જંગી બહુમતી થી વિજેતા થયા છે મોટી સંખ્યા માં ભાજપ ના સમર્થકો જોડાયા હતા ઉલ્લેખનીય છે કે રાજકોટ જિલ્લાના 5 યાર્ડની ચૂંટણી પૈકી જેતપુર અને જામકંડોરણા યાર્ડમાં બિનહરીફ ચૂંટણી થઇ જયારે ધોરાજી, રાજકોટ અને ગોંડલ યાર્ડમાં ચૂંટણી થતા રાજકોટ અને ધોરાજીમાં ભાજપ પ્રેરિત પેનલની જીત થઈ છે. જયારે ગોંડલ યાર્ડમાં પણ ભાજપ પ્રેરિત પેનલની જીત થઈ છે

Next Story