Connect Gujarat
રાજકોટ 

વડોદરા : ભારત વિકાસ પરિષદ દ્વારા "ગુરુવંદન છાત્ર અભિનંદન" કાર્યક્રમ યોજાયો, શ્રેષ્ઠ શિક્ષક-વિધાર્થીઓને સન્માનિત કરાયા

શહેરના ગોરવા રીફાઈનરી રોડ પર સ્થિત સી.કે.પ્રજાપતિ વિદ્યાલય વિભાગ-2 ખાતે ભારત વિકાસ પરિષદ દ્વારા “ગુરુવંદન છાત્ર અભિનંદન” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

વડોદરા : ભારત વિકાસ પરિષદ દ્વારા ગુરુવંદન છાત્ર અભિનંદન કાર્યક્રમ યોજાયો, શ્રેષ્ઠ શિક્ષક-વિધાર્થીઓને સન્માનિત કરાયા
X

વડોદરા શહેરના ગોરવા રીફાઈનરી રોડ પર સ્થિત સી.કે.પ્રજાપતિ વિદ્યાલય વિભાગ-2 ખાતે ભારત વિકાસ પરિષદ દ્વારા "ગુરુવંદન છાત્ર અભિનંદન" કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આપણા અમૂલ્ય 'ગુરુ-શિષ્ય' વારસાના પુનઃ સ્થાપન કાજે ભારત વિકાસ પરિષદ ગુરુપૂર્ણિમાંથી લઇ શિક્ષક દિન સુધીમાં ભારતભરની શાળાઓમાં દર વર્ષે 'ગુરુવંદન છાત્ર અભિનંદન'ના સંસ્કારલક્ષી કાર્યક્રમોનું આયોજન કરે છે, ત્યારે આજ કાર્યક્રમના ભાગરૂપે ગોરવા રીફાઈનરી રોડ પર સ્થિત સી.કે.પ્રજાપતિ વિદ્યાલય વિભાગ-2 ખાતે ગુરુવંદન છાત્ર અભિનંદનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં અંગ્રેજી અને ગુજરાતી માધ્યમના 450 વિધાર્થીઓએ ભાગ લઇ ગુરૂપુજન કર્યું હતું. આ કાર્યક્રમના મુખ્ય મેહમાન અને વક્તા તરીકે વિધાભારતી શાળાના પ્રધનાચાર્ય ગુરુજી રાજેન્દ્રસિંહ રાણાએ બૌદ્ધિક પ્રવચન આપ્યું હતું. તેમજ તેમના હસ્તે શ્રેષ્ઠ શિક્ષકો અને વિધાર્થીઓને સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. વિધાર્થીઓને માતાપિતા, ગુરુજી અને વડીલોને માન આપવાના તેમજ રાષ્ટ્રની સંસ્કૃત અને સમાજની રક્ષા કાજે ફના થવા અને ધુમ્રપાન કે, નશો નહી કરવાના શપથ લેવડાવવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમમાં ભારત વિકાસ પરિષદ તરફથી પશ્ચિમ ક્ષેત્રના રિજિયનલ સેક્રેટરી ભરતસિંહ ચૌહાણ, અલકાપુરી શાખાના મહિલા સંયોજક અનિતા અગ્રવાલ અને સહ સંયોજિકા વર્ષા પ્રજાપતિ તેમજ ગુજરાતી માધ્યમ શાળાના આચાર્ય નૈના વૈધ અને અંગ્રેજી માધ્યમના આચાર્ય ગાયેશ ક્રીશયન હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Next Story