Connect Gujarat
વાનગીઓ 

સમગ્ર વિશ્વમાં પોતાના સ્વાદનો જાદુ ચલાવનાર મૈસૂર પાક ઘરે બનાવો, લોકો ખાતા જ રહી જશે.......

મૈસૂર પાકનો સ્વાદ સમગ્ર વિશ્વમાં ફેલાયેલો છે. ભાગ્યે જ કોઈ વ્યકતી એવું હશે જેને મૈસૂર પાક નહીં ભાવતો હોય.

સમગ્ર વિશ્વમાં પોતાના સ્વાદનો જાદુ ચલાવનાર મૈસૂર પાક ઘરે બનાવો, લોકો ખાતા જ રહી જશે.......
X

મૈસૂર પાકનો સ્વાદ સમગ્ર વિશ્વમાં ફેલાયેલો છે. ભાગ્યે જ કોઈ વ્યકતી એવું હશે જેને મૈસૂર પાક નહીં ભાવતો હોય. સાઉથની આ પ્રખ્યાત મીઠાઈને પણ ટેસ્ટ એટલાસની યાદીમાં વિશેષ સ્થાન મળ્યું છે. આ ફૂડ મેગેઝિનમાં મૈસૂર પાકને 14મુ સ્થાન મળ્યું છે. અને આ રીતે તે તેને ભારતમાં શ્રેષ્ઠ ફૂડ બનાવે છે. આવો અમે તમને સ્વાદિષ્ટ મીઠાઈની સરળ રેસેપી જણાવીએ.....

મૈસૂર બનાવવાની સામગ્રી

  • 1 કપ ચણાનો લોટ
  • 1 કપ ઘી
  • 1 કપ ખાંડ
  • 1/2 કપ તેલ

મૈસૂર બનાવવાની રીત

  • મૈસૂર પાક બનાવવા માટે એક પેનમાં ઘી અને તેલ ગરમ કરો.
  • બીજી કઢાઈમાં પાણી અને ખાંડ ઉમેરીને ચાસણી બનાવો. હવે તેમાં ચણાનો લોટ ઉમેરીને બરાબર મિક્સ કરો.
  • હવે આંચને મધ્યમ રાખો અને થોડી વાર હલાવતા રહો. પછી તેમાં એક ચમચી ઘી અને તેલ ઉમેરીને મિક્સ કરો.
  • મિશ્રણને સોનેરી થાય ત્યાં સુધી હલાવો.
  • હવે એક તપેલીમાં એલ્યુમિનિયમ ફોઈલ મૂકો અને તેમાં આ મિશ્રણ નાખીને સરખી રીતે સેટ કરો.
  • જ્યારે તે થોડું ઠંડુ થવા લાગે ત્યારે તેને ચાકુની મદદથી તમારી રીતે કાપીને ટુકડા કરી લો. તેને રૂમ ટેમ્પરેચર પર રાખો.
  • તમારો મૈસૂર પાક તૈયાર છે. તમે ઈચ્છો તો તેને બદામના ટુકડા લગાવીને સર્વ કરી શકો છો.
Next Story