Connect Gujarat
સુરત 

સુરત : શ્રી માધવ ગૌશાળામાં યોજાયેલ રક્તદાન શિબિરમાં 300 યુનિટ રક્ત એકત્રિત કરાયું...

ગૌસેવકો દ્વારા તમામ રક્તદાતાઓનું ગૌશાળા ખાતે તિલક કરી સ્વાગત કરાયું હતું. આ સાથે જ રક્તદાતાઓના હસ્તે ગૌમાતાનું પૂંજન પણ કરવામાં આવ્યું હતું.

સુરત : શ્રી માધવ ગૌશાળામાં યોજાયેલ રક્તદાન શિબિરમાં 300 યુનિટ રક્ત એકત્રિત કરાયું...
X

સુરત શહેરના ઉધના-બમરોલી રોડ વિસ્તારમાં આવેલ સાંસ્કૃતિક રક્ષા સમિતિ સંચાલિત શ્રી માધવ ગૌશાળા ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૩૦૦થી વધુ યુવકોએ રક્તદાન કરી માનવસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

સાંસ્કૃતિક રક્ષા સમિતિના સંસ્થાપક આશિષ સુર્યવંશીએ જણાવ્યું હતું કે, પવિત્ર શ્રાવણ માસમાં ભગવાન શિવના વહાણ નંદી મહારાજના સાનિધ્યમાં શ્રી માધવ ગૌશાળા ખાતે યુવાઓ અને મહિલાઓએ 300 યુનિટ રક્તદાન કરી પુણ્યપ્રાપ્તિ કરી છે. ગૌસેવકો દ્વારા તમામ રક્તદાતાઓનું ગૌશાળા ખાતે તિલક કરી સ્વાગત કરાયું હતું. આ સાથે જ રક્તદાતાઓના હસ્તે ગૌમાતાનું પૂંજન પણ કરવામાં આવ્યું હતું. ગૌશાળાના ગૌસેવકો તથા અન્ય સંસ્થાના સાથી મિત્રો દ્વારા 300 યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું.


તમામ રાજકીય અને સામાજીક સંસ્થાના આગેવાનો રક્તદાન શિબિરમાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ગૌસેવકો અને સંસ્થાના યુવાનોએ સંકલ્પ લીધો હતો કે, હવે પછીની રક્તદાન શિબિરમાં એકત્રિત કરાયેલા 300 યુનિટ રક્તમાં બમણો આંકડો પાર કરીશું.

Next Story