સુરત: હીરાના વેપારીએ રૂ.600 કરોડના હીરાના ગણપતિની સ્થાપના કરી

New Update

આજે ગણેશ ચતુર્થીનો પાવન અવસર છે. જેથી રાજ્યભરમાં શ્રદ્ધાળુંઓમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે. ઘણા લોકો ગણેશજીની પ્રતિમાં કઈક રીતે બનાવાનો શોખ રાખતા હોય છે. ત્યારે આપને જાણીને નવાઈ લાગશે કે સુરતમાં 600 કરોડના ગણપતિની સ્થાપના કરવામાં આવી છે. જે પ્રતિમાને જોઈને તમે પણ મંત્રમુગ્ધ થઈ જશો. આ પ્રતિમાની ખાસિયત છે કે આખી પ્રતિમાં અસલી ડાયમંડની બનાવામાં આવી છે.

વિશ્વમાં આ એકમાત્ર એવી પ્રતિમાં હશે જે આખી હિરાથી ઘડવામાં આવી છે. આ પ્રતિમાંની સ્થાપના સુરતમાં રહેતા હિરાના વેપારી કનું આસોદરિયા દ્વારા કરવામાં આવી છે. મૂર્તિમાં જે હિરા લાગેલા છે તે 182.53 કેરેટના હોવાનું સામે આવ્યું છે. સાથે માત્રા ડાયમંડજ નહી પરંતુ મોતીથીની ઘડામણથી પણ આ પ્રતિમાં બનાવામાં આવી છે. એટલું ચોક્કસથી કહી શકાય કે આ પ્રતિમાં અત્યાર સુધીની સૌથી મોંધી પ્રતિમા છે.


જેમા ખાસ કરીને ભક્તો આતુરતાથી આ પ્રતિમાને જોવા માગી રહ્યા છે. આપને જાણીને નવાઈ લાગશે કે હીરાના વેપારી કનુ સિસોદયાને 20 વર્ષ પહેલા ગણેશ આકારનો હિરો મળ્યો હતો. જેમાં ગણેશજીની કુદરતી પ્રતિકૃતિ જોવા મળી હતી. તેમના હાથમાં ગણેશજીના આકારનો ડાયમંડ લાગતા તેમણે તે વખતે ધન્યતા અનુભવી હતી. 

Latest Stories