Connect Gujarat
સુરત 

સુરત: બિલકીસ બાનુ કેસના આરોપીઓને છોડી મુકવાના નિર્ણયનો વિરોધ,કલેક્ટરને પાઠવાયું આવેદનપત્ર

સુરતમાં ઇન્સાફ સંગઠન દ્વારા યોજાયુ વિરોધ પ્રદર્શન, બિલકિસ બાનુ કેસના આરોપીને છોડી મૂકવાના નિર્ણયનો વિરોધ

X

15મી ઓગસ્ટ સ્વતંત્ર દિવસે આઝાદીના અમૃત મહોત્સવ પર રાજય સરકારે બિલકીસ બાનુ કેસમાં 12 આરોપીઓને છોડી મૂકવા મામલે ઇન્સાફ ફાઉન્ડેશન દ્વારા સરકારના નિર્ણય પર ફેર વિચારણા કરી હુકમ પરત ખેંચવા સુરત કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

બિલ્કીસ બાનુ પર ગેંગરેપ અને તેના પરિવારના સાત સભ્યોની હત્યા કરનાર આરોપીને છોડી મુકવા મામલે સુરતમાં ઇન્સાફ ફાઉન્ડેશન દ્વારા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં સરકારના આ નિણર્યને ખુબ જ આઘાતજનક ગણાવી આ નિણર્ય અંગે ફેર વિચારણા કરી હુકમ પરત ખેચવા માંગ કરવામાં આવી હતી ઇન્સાફ ફાઉન્ડેશન દ્વારા અપાયેલા આવેદન પત્રમાં જણાવવામાં આવ્યું હતું કે આઝાદીના અમૃત મહોત્સવના દિવસે આપણા વડાપ્રધાન જયારે મહિલા સુરક્ષા અને મહિલા સન્માનની વાતો કરતા હોય ત્યારે તેમના પોતાના ગુજરાત રાજ્યમાં તેમની જ સરકાર દ્વારા સગર્ભા મહિલા સાથે ગેંગરેપ કેસના ગુનેગારોને માફી આપી છોડી મુકવાનો નીર્ણય લેવામાં આવે તે વધુ આઘાત જનક છે. આ નિણર્ય મામલે કેન્દ્ર સરકાર દરમ્યાનગીરી કરી આ માફીનો નિણર્ય પરત ખેચવાનો હુકમ કરે એવી માંગ કરવામાં આવી છે

Next Story
Share it