Connect Gujarat
સુરત 

સુરત : મનપામાં ક્લાર્કની નોકરી મેળવવાની લાલચ યુવકને ભારે પડી, ઠગબાજે પડાવ્યા રૂ. 3.50 લાખ...

મહાનગરપાલિકા કચેરીમાં ક્લાર્કની નોકરી અપાવવાની લાલચ આપી ઠગનાર ઈસમની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સુરત : મનપામાં ક્લાર્કની નોકરી મેળવવાની લાલચ યુવકને ભારે પડી, ઠગબાજે પડાવ્યા રૂ. 3.50 લાખ...
X

સુરત શહેરમાં યુવકને મહાનગરપાલિકા કચેરીમાં ક્લાર્કની નોકરી અપાવવાની લાલચ આપી ઠગનાર ઈસમની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, સુરતમાં રહેતા એક યુવકને મહાનગરપાલિકામાં ક્લાર્કની નોકરી અપાવવાની લાલચ આપી ઠગબાજે રૂપિયા પડાવ્યા હતા. ઠગબાજ પોતે કોર્ટમાં જજનો આસિસ્ટન્ટ હોવાનું કહીને યુવકને વિશ્વાસમાં લીધો હતો, જ્યારે નોકરી મેળવવા માટે વ્યવહાર કરવો પડશે તેવું જણાવી પાલિકા કમિશ્નરના નામે તેના પાસેથી રૂપિયા 3.50 લાખની માંગણી કરી હતી. જોકે, પાલિકામાં નોકરી મળવાની લાલચમાં આવી જઈ યુવકે અજય ઠગબાજને રોકડા રૂપિયા આપ્યા હતા. ઠગબાજે યુવક પાસેથી રૂપિયા લીધા બાદ બોગસ કોલ લેટર પણ બનાવી આપ્યો હતો, ત્યારે નોકરી નહીં મળતાં યુવકે ઠગબાજ પાસેથી રૂપિયા પરત માંગતા આપ્યા ન હતા. રૂપિયા પરત નહીં યુવકે કતારગામ પોલીસ મથકે ઠગબાજ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, ત્યારે હાલ તો પોલીસે ઠગબાજ ઇસમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Next Story