Connect Gujarat
સુરત 

બિહારના મુખ્યમંત્રીને 36 કલાકમાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનાર શખ્સ સુરતથી ઝડપાયો…

બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનાર સુરતમાં હોવાની માહિતી મળી હતી.

X

બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનાર સુરતમાં હોવાની માહિતી મળી હતી. જેને પગલે બિહાર પોલીસે સુરત ક્રાઈમ બ્રાન્ચની મદદ માંગતા ક્રાઈમ બ્રાન્ચે યુવાનને લસકાણા ખાતેથી ઝડપી પાડી બિહાર પોલીસને સોંપ્યો છે. આરોપી યુવક મૂળ બિહારનો હોવાનું સામે આવ્યું છે.

મળતી માહિતી અનુસાર, 2 દિવસ પહેલા બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારને કોઈક અજાણ્યા ઇસમે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી. આ અંગે બિહાર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરતા ટેક્નિકલ સર્વેલન્સના આધારે ફોન કરનાર વ્યક્તિની ઓળખ અંકિત મિશ્રા તરીકે થઈ હતી. તેનું મોબાઈલ લોકેશન સુરતમાં મળતા બિહાર પોલીસે સુરત ક્રાઈમ બ્રાન્ચને જાણ કરી મદદ માંગી હતી. આ અંગે ક્રાઈમ બ્રાન્ચે અંકિત મિશ્રાને લસકાણાથી ઝડપી લઈ બિહાર પોલીસને સોંપ્યો હતો. સુરતમાં રહી મજૂરીકામ કરતા મૂળ બિહારના અંકિત મિશ્રાએ ગત તા. 20 માર્ચના રોજ ઈન્ટરનેટના માધ્યમથી કોલ કરી બિહારના મુખ્યમંત્રીને 35 કલાકમાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હોવાની કબુલાત કરી છે. જોકે, તે કોઈ રાજકીય પક્ષ સાથે સંકળાયેલો છે કે, કેમ તે દિશામાં પણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Next Story