/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/08/bharuch-copy.jpg)
દશામાંની વિસર્જન યાત્રા ભરૂચના વિવિધ વિસ્તારોમાંથી નિકળી નર્મદા ઓવારે પહોંચી
દશ દિવસ ના આતિથ્ય અને ભક્તોના પૂંજન-અર્ચન અને આરધના બાદ તારીખ ૧૦/૮/૧૯ની મોડી રાતે વાજતે-ગાજતે ડી.જે.ના તાલે ઝુમી અબીલ-ગુલાલની છોળો ઉડાડિ માં દશામાંની વિસર્જન યાત્રા ભરૂચ શહેરના વિવિધ વિસ્તારોમાંથી નીકળી માં નર્મદાના ઓવારે આવી નર્મદા જળમાં દશામાંને વિસર્જિત કરાયા હતા.
શ્રાવણમાસમાં દિવાસાના દિવસથી ૧૦ દિવસ માટે માં દશામાના વ્રતનો પ્રારંભ થતો હોય છે.શ્રદ્ધાળુઓ દશ દિવસ પોતાના ઘરે માં દશામાંની મૂર્તિની સ્થાપના કરી માંઇ ભકિતમાં લિન બની શ્રદ્ધા પૂર્વક માંનું પૂજન-અર્ચન-કિર્તન કરી ઉપવાસ રાખે છે.દશ દિવસના આતિથ્ય બાદ ભક્તિભાવ પૂર્વક દશમાં દિવસે જાગરણ કરી માતાજીને હર્ષોઉલ્લાસ પૂર્વક શ્રદ્ધાભેર માતાજીને નર્મદા જળમાં વિસર્જીત કરવામાં આવે છે.
ભરૂચના દશાશ્વમેઘ ઘાટ સહિત વિવિધ ઘાટો પર માં દશામાંના વિસર્જન કરવા ભક્તો ઉમટયા હતા.નર્મદા જળમાં નાવિકો દ્વારા માં દશામાંની મૂર્તિને નર્મદા જળમાં વિસર્જીત કરવામાં આવી હતી.તંત્ર દ્વારા પણ નર્મદા તટે કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત તેમજ નાવિકો અને લાઇટની વ્યવસ્થા કરવામાં આવી હતી.