અમદાવાદ: સગીર વયના વાહન ચાલકો સાવધાન..!, ટ્રાફિક ડ્રાઈવનુ ખાસ આયોજન તમારી માટે જ..!

અમદાવાદ શહેરમાં સ્કૂલ કોલેજ ચાલુ થતા સગીર વયના વિદ્યાર્થીઓને સ્કૂટર અને બાઈક સાથે નીકળે છે ત્યારે અકસ્માતનો ભય રહે છે

New Update

અમદાવાદ શહેરમાં સ્કૂલ કોલેજ ચાલુ થતા સગીર વયના વિદ્યાર્થીઓને સ્કૂટર અને બાઈક સાથે નીકળે છે ત્યારે અકસ્માતનો ભય રહે છે અમદાવાદ ટ્રાફિક પોલીસે આની સામે ડ્રાઇવની શરૂઆત કરી છે અને આ ડ્રાઈવ આવનાર 22 તારીખ સુધી અવિરત ચાલુ રાખવામાં આવશે.

Advertisment

અમદાવાદ ટ્રાફિક પોલીસ અવાર નવાર ટ્રાફિક ડ્રાઈવ કરે છે જેનું મુખ્ય કારણ છે કે શહેરમાં અનેક લોકો રોંગ સાઇડમાં વાહન ચલાવે છે તો અનેક વાહનચાલકો સિગન્લ ભંગ કરે છે પણ ગઈ કાલથી શરુ થયેલ ડ્રાઈવ ખાસ સગીર વયના બાળકો અને વિદ્યાર્થીઓ માટે શરૂ કરવામાં આવી છે. જેમાં અંડર એજ વાહન ચાલકો સામે કાર્યવાહી કરાશે. સાથે જ ડાર્ક ફિલ્મવાળા સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. અમદાવાદ શહેરમાં અકસ્માત સર્જી ભાગી છુટનાર વાહનચાલકો અને વાહનોમાં HSRP પ્લેટ નથી લગાવી તેઓની સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગઈકાલથી શહેરમાં 100 જેટલા સ્થળો પર ટ્રાફિક પોલીસ તૈનાત કરાયા છે અને જે વાહન ચાલકો નિયમોને તોડશે તેને સ્થળ પર જ દંડ ફટકારવામાં આવશે. વિદ્યાર્થીઓનું પણ કેહવું છે કે લાયસન્સ વગર વાહન ન ચલાવવા જોઈએ અને હેલ્મેટ પણ પહેરવી જરૂરી છે.

ટ્રાફિક પોલીસના કહેવા મુજબ અલગ અલગ ટ્રાફિક ડ્રાઈવ કરવામાં આવે છે સ્કૂલ અને કોલેજ આવતા અનેક વિદ્યાર્થીઓ પાસે લાયસન્સ નથી હોતા ઉપરાંત અકસ્માતનો ભય રહે છે. તેથી આવી ડ્રાઈવ કરવામાં આવે છે .શહેરમાં કિશોર વયના વાહનચાલકો સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. જે અઠવાડિયા સુધી ચાલશે.

Advertisment