અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 2 મહિલાઓની ધરપકડ કરી છે અને તેમની પાસેથી ચોરી નો મુદ્દામાલ પણ કબજે કર્યો છે. બન્ને મહિલાઓ વિશે ક્રાઈમ બ્રાન્ચને માહિતી મળી હતી અને જે માહિતીના આધારે બન્નેની ધરપકડ કરવામાં આવી છે અને તપાસમાં અનેક ગુનાઓનો ભેદ પણ ઉકેલાઈ ગયા છે.
ઘટનાની વાત કરીએ તો શહેરના BRTS અને AMTS માં ચોરીના બનાવોને લઈ ઉચ્ચ અધિકારીઓ દ્વારા આરોપીને પકડવા સૂચના આપવામાં આવી હતી અને જે માહિતીના આધારે ક્રાઈમ બ્રાન્ચે આરોપી રાજેશ્વરી અને સોનલને ગોળલીમડા BRTS બસ સ્ટેન્ડ પાસેથી બંન્નેને પકડી તપાસ કરવામાં આવી હતી અને બંને મહિલાઓ પાસેથી સોનાની બુટી, ચેઇન અને વીંટી કબ્જે કરવામાં આવ્યું છે.તપાસ કરતા જાણવા મળ્યું કે, બન્ને મહિલાઓ છેલ્લા 20 દિવસમાં બસમાં નજર ચૂકવીને ચોરી કરી છે.
તપાસ કરતા જાણવા મળ્યું કે આ બન્ને સામે અગાઉ પણ અનેક ગુના નોંધાઈ ચુક્યા છે અને જેમાં રાજેશ્વરી સામે અગાઉ તો પાસા પણ થઈ ચૂકી છે. આ મામલે ક્રાઈમના અધિકારીઓનું કેહવુ છે કે, આ લોકોની મોડસ ઓપરેન્ડી કઈ એવી છે કે સિટીમાં ચાલતી BRTS, AMTS અને એસટી બસમાં ભીડ હોય તેવી બસમાં જવાનું અને તે બસમાં પેસેન્જર ની નજર ચૂકવી તેમની બેગમાંથી રોકડ અથવા સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી લેતા હતા ને તપાસમાં અન્ય ગુનાઓનો ભેદ ખુલી શકે તેમ છે અને આ લોકો સાથે અન્ય કોઈ સામેલ છે કે કેમ તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.