અમદાવાદ: CDS બિપિન રાવતના નિધન અંગે સોશ્યલ મીડિયા પર વિવાદાસ્પદ ટિપ્પણી કરનાર ઇસમની ધરપકડ

બિપિન રાવતન નિધનને લઈને રાજુલા ભેરાઈ ગામના એક વ્યક્તિ સોશિયલ મીડિયા પર વિવાદિત ટિપ્પણી કરી હતી.

New Update

તમિલનાડુના કુન્નુર માં બુધવારે દુર્ઘટના ઘટી હતી. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતને લઈને જઈ રહેલુ MI-17V5 હેલિકોપ્ટર ક્રેશ થઈ ગયું હતું. જેમા જનરલ બિપિન રાવત સહિત હેલિકોપ્ટરમાં સવાર 13 લોકોના મૃત્યુ થયા હતા. બિપિન રાવતન નિધનને લઈને રાજુલા ભેરાઈ ગામના એક વ્યક્તિ સોશિયલ મીડિયા પર વિવાદિત ટિપ્પણી કરી હતી. આ શખ્સનું નામ શિવા આહીર છે, તેણે પોતાના ફેસબૂક એકાઉન્ટ પર વાંધાજનક લખાણ લખતા અમદાવાદ સાઇબર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તેની અટકાયત કરી લેવામાં આવી છે.શિવા આહીરે પોતાના ફેસબુક એકાઉન્ટમાં વિવાદિત ટિપ્પણી પોસ્ટ કરી હતી. જે બાદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ હરકતમાં આવી હતી અને ભેરાઈ ગામ થી શિવા આહીરની અટકાયત કરવામાં આવી હતી. હાલમાં શિવા આહીર સામે ફરિયાદ નોંધી તેની પૂછપરછ થઈ રહી છે ફરિયાદ નોંધાયા બાદ ક્રાઇમ બ્રાન્ચની ટિમ રાજુલા પહોંચી હતી બિપિન રાવત ના નિધન બાદ સોશિયલ મીડિયામાં અભદ્ર લખાણ લખીને લાગણી દુભાય તેવા વ્યક્તિને અમે અમરેલી થી પકડી લીધો છે. આ વ્યક્તિ માત્ર બિપિન રાવત નહીં પણ સમાજમાં સંઘર્ષ થાય તેવા લખાણ પણ લખતો હતો. આરોપીની અમે અમરેલી થી પકડીને લાવ્યા છીએ અને વધુ તપાસ શરૂ કરી છે.

Advertisment