Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : હવે, લઇ તમે પણ લેજો વેક્સિન... નહીં તો આવશે પોલીસનો ફોન..

રાજ્યમાં કોરોના સંક્રમણનું પ્રમાણ વધી રહ્યુ છે. સાથે જ મોટા શહેરોમાં પણ કોરોના કેસની સંખ્યામાં વધારો થતો જોવા મળી રહ્યો છે.

અમદાવાદ : હવે, લઇ તમે પણ લેજો વેક્સિન... નહીં તો આવશે પોલીસનો ફોન..
X

કોરોના કેસ વધતા અમદાવાદ મનપા દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે લોકોએ વેક્સિન નહીં લીધી હોય તેની એક યાદી તૈયાર કરવામાં આવી છે. પોલીસની મદદથી વેક્સિનેશન ઝડપી બનાવવા મનપા હરકતમાં આવ્યું છે. રાજ્યમાં કોરોના સંક્રમણનું પ્રમાણ વધી રહ્યુ છે. સાથે જ મોટા શહેરોમાં પણ કોરોના કેસની સંખ્યામાં વધારો થતો જોવા મળી રહ્યો છે. અમદાવાદ મનપા પણ હવે હરકતમાં આવ્યું છે. કોરોના સંકટ સામે એક માત્ર વેક્સિનેશન જ ઉપાય છે, ત્યારે વેક્સિન પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે મનપાએ કમાન સંભાળી છે. આ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે લોકોએ વેક્સિન ન લીધી હોય તેવા નામોની યાદી પોલીસને સોંપી કોરોના વિસ્ફોટના પગલે અમદાવાદ મનપા દ્વારા વેક્સિન અભિયાન ઝડપી બનાવવા પોલીસની મદદ લેવામાં આવનાર છે.

જે અંતર્ગત જે લોકોએ વેક્સિન નહીં લીધી હોય તેમને વેક્સિન માટે પોલીસ સ્ટેશનમાંથી ફોન આવી શકે છે. સાથે વેક્સિન ડોઝ નહીં લેનારનું એક લિસ્ટ મનપા દ્વારા પોલીસને સોંપવામાં આવ્યું છે. હવે વેક્સિનનો બીજો ડોઝ બાકી હશે, તેને પોલીસ ફોન કરીને જાણ કરશે. અત્રે મહત્વનું છે કે, અમદાવાદમાં કોરોના વિસ્ફોટ જોવા મળી રહ્યો છે. ગત રોજ અમદાવાદમાં કોરોનાના રેકોર્ડ બ્રેક કેસ 1314 નોંધાયા છે. અમદાવાદમાં પણ કોરોના કહેર વર્તાવ્યો છે. શહેરની ઉદગમ સ્કૂલમાં વધુ 3 વિદ્યાર્થીને કોરોના પોઝિટિવ આવ્યા છે, જ્યારે ધોરણ 10ના 3 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત બન્યા છે. શાળામાં બાળકો કોરોના પોઝિટિવ આવતા ઉદગમ સ્કૂલે ધો. 1થી 5ના ઓફલાઇન વર્ગો બંધ કરી દીધા છે. મહત્વનું છે કે, અગાઉ પણ ઉદગમ સ્કૂલ વિદ્યાર્થી સંક્રમિત થયો હતો. જે બાદ શાળામાં શિક્ષણ બંધ કરવાનો નિર્યણ લેવામાં આવ્યો છે.

Next Story