Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : "રૂલ બનાના સરકાર કા કામ હે, તોડના હમારા" રીલ બનાવનાર બુટલેગર પોલીસની ગિરફ્તમાં આવ્યો...

અમદાવાદ શહેરના અલગ-અલગ વિસ્તાર જેવા કે રિવરફ્રન્ટ, જમાલપુરમાં દારૂની બોટલો સાથે ફિલ્મના ડાયલોગની રીલ બનાવનાર હવે અસલી પોલીસ ના હાથમાં આવી ગયો છે.

અમદાવાદ : રૂલ બનાના સરકાર કા કામ હે, તોડના હમારા રીલ બનાવનાર બુટલેગર પોલીસની ગિરફ્તમાં આવ્યો...
X

"રૂલ બનાના સરકાર કા કામ હે, તોડના હમારા" આ ફિલ્મી ડાયલોગની રીલ અને એ પણ દારૂ બિયરની બોટલો સાથે બનાવી સોશિયલ મીડિયા પર મુકી પોલીસને પડકાર ફેકનાર બુટલેગરની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે.

અમદાવાદ શહેરના અલગ-અલગ વિસ્તાર જેવા કે રિવરફ્રન્ટ, જમાલપુરમાં દારૂની બોટલો સાથે ફિલ્મના ડાયલોગની રીલ બનાવનાર હવે અસલી પોલીસ ના હાથમાં આવી ગયો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ગિરફ્તમાં આવેલા આરોપીનું નામ મહોમ્મદ ઝૈદ ઉર્ફે ઝૈદુ છે. જે જમાલપુરના મચ્છી પીરની દરગાહ પાસે રહે છે. આરોપીની ઉંમર માત્ર 20 વર્ષ છે, પરંતુ નાની ઉંમરમાં પ્રખ્યાત થવા માટે સોશિયલ મીડિયા પર વીડિયો મૂકી પોલીસને પડકાર ફેંકવાની ભૂલ તેણે કરી હતી.

જોકે, દારૂની બોટલ સાથેનો વીડિયો વાયરલ થતાં સ્થાનિક પોલીસ સહિત ક્રાઇમ બ્રાન્ચ તપાસમાં લાગી હતી. ક્રાઈમ બ્રાન્ચની ટીમે ચોક્કસ બાતમી મળતા રાજસ્થાન ખાતેથી આરોપીને ઝડપી પાડી સરકારના નિયમો શીખવાડી ન કરવાના કામ કરવાની માનસિકતા પોલીસે તોડી નાખી છે. પકડાયેલા આરોપીના ગુનાહિત ઇતિહાસની વાત કરીએ તો, આરોપી સામે 2 વર્ષ પહેલાં ખોખરા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો ગુનો નોંધાયો હતો, અને ઇસનપુર વિસ્તારમાં ગાડી સળગાવી તોફાન મચાવવાના કેસમાં ઈસનપુર પોલીસના હાથે વર્ષ 2020માં ઝડપાયો હતો, જ્યારે દાણીલીમડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મારામારી અને જાનથી મારી નાખવાની ધમકીના કેસમાં આરોપી નાસતો ફરતો હતો. જે ગુનામાં આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Next Story