ભરૂચઃ નારાયણ વિદ્યાલય ખાતે રક્ષાબંધન પર્વની ઉલ્લાસભેર ઉજવણી

New Update
ભરૂચઃ નારાયણ વિદ્યાલય ખાતે રક્ષાબંધન પર્વની ઉલ્લાસભેર ઉજવણી

શાળા શિક્ષકો દ્વારા ભુલકાઓને રક્ષાબંધનનું મહત્વ સમજાવ્યું

ભરૂચનાં શક્તિનાથ વિસ્તારમાં આવેલી નારાયણ વિદ્યાલય ખાતે આજે નાના ભૂલકાઓ દ્વારા રક્ષાબંધનની ઉજવણી હર્ષોલ્લાસ સાથે કરવામાં આવી હતી. રક્ષાબંધનએ ભારતવર્ષમાં મનાવવામાં આવતો એક એવો તહેવાર છે જે તહેવાર નહીં પણ ભાઈ બહેનનાં પવિત્ર બંધનનો એક સંદેશો પાઠવે છે. રક્ષાબંધનને લઈને અનેક ધાર્મિક માન્યતાઓ પણ રહેલી છે.publive-image

રક્ષાબંધન તહેવાર એટલે માત્ર ભાઇ-બહેનનું તો ખરું જ પણ સાથે સાથે આ અધર્મ સામે ધર્મનું રક્ષણ કરતા બધા માટે હોય છે. ત્યારે હિન્દુ સંસ્કૃતિમાં રક્ષાબંધનનું મહત્વ અનેરૂ છે. ભાઈ પોતાની બહેનની પાસેથી રાખડી બંધાવી એની રક્ષા કરવાના બંધનમાં બંધાય છે. પહેલાનાં સમયમાં કોઈ રાજા બન્યા પછી પોતાની પ્રજા અને રાજ્યના રક્ષણનું પ્રણ લઈ તેમની રક્ષા કરવાના બંધનમાં બંધાતા હતા. રાજ્ય પર અને રાજા ઉપર યુદ્ધના સંકટ આવતા ત્યારે પોતાના જીવ આપીને પણ પોતાના રાજ્ય અને પ્રજાની સુરક્ષા કરવાનું રક્ષાસૂત્રથી બંધાતા હતા.

આવી તો અનેક વાર્તા અને દંતકથા રક્ષાબંધન સાથે જોડાયેલી છે. ત્યારે ભાઈ બહેનનાં પવિત્ર પ્રેમનાં પ્રતિકસમા તહેવારનાં શુભ આશય સાથે આજે ભરૂચની નારાયણ વિદ્યાલયના નાના ભૂલકાઓએ રક્ષાબંધનનો તહેવાર મનાવ્યો હતો. તેમને રક્ષાબંધન પર્વ શું છે? અને કેવી રીતે મનાવવામાં આવે છે ? તેની વિસ્તૃત સમજ શાળાના શિક્ષકોએ આપી હતી. આ પ્રસંગે શાળાના આચાર્ય ડો. ભગુભાઈ પ્રજાપતિ તેમજ સુપરવાઇઝર હેમાબેન ભટ્ટ તથા શિક્ષકોની ઉપસ્થિતિમાં રક્ષાબંધનનો તહેવાર સ્કૂલના કેમ્પસમાં ઉજવવામાં આવ્યો હતો.