ભરૂચ: શોશ્યલ મીડિયામાં વિડીયો કે ફોટો આડેધડ શેર કરતાં પહેલા ચેતજો, પોલીસ તમારા બારણા ખખડાવી શકે છે, વાંચો ચોંકાવનારો કિસ્સો

વાગરા પોલીસે હાલ તો વિડિયો શેર કરનાર વ્યક્તિનો મોબાઈલ કબજે કરી તપાસ અર્થે ફોરેન્સિક લેબોરેટરી ખાતે મોકલી આપ્યો છે.

New Update

આજના યુગમાં સોશ્યલ મીડિયા નો ઉપયોગ આડેધડ વધી ગયો છે.દરેક હાથમાં મોબાઇલ અને ટેબ્લેટ છે.જ્યાં ગેજેટ્સનો સદુપયોગ છે,ત્યાં જ દુરુપયોગ પણ જાણે અજાણે જોવા મળી રહ્યો છે.મોબાઈલના આધુનિક યુગમાં ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફીનો ક્રેઝ ચરમસીમાએ જોવા મળી રહ્યો છે.જેમાં લોકો પોતાને મનગમતા વિડિયો કે ફોટા ધડાધડ અપલોડ કે શેર કરતા હોય છે.જો કે, સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરતી વેળા સાવધાનીની સાથે ચેતવાની પણ જરૂર છે.જો આપ વધુ પડતો ઉપયોગ સોશ્યલ નેટવર્કિંગ સાઇટનો કરો છો તો આ ખબર તમારા માટે અત્યંત મહત્વની છે.

Advertisment

વાત કરીએ વાગરા તાલુકાના નાનકડા એક ગામની જ્યા એક ૫૦ થી ૫૫ વર્ષની ઉંમર ધરાવતા વ્યકિતની કે જેણે આઠ મહિના અગાઉ પોતાના મોબાઈલમાં ઇન્સ્ટોલ રાખેલ ફેસબુકમાં કોઈક દ્વારા અપલોડ કરાયેલ એક નાનકડા બાળકનો નગ્ન રમૂજ વિડિયો આવ્યો હતો.બકરીના બચ્ચા સાથેનો રમુજી વિડીઓની મજા માણી આધેડે વિડિયો શેર કર્યો હતો.જેની વિગતો રાજ્ય સાયબર ક્રાઇમ બ્રાન્ચની ટીમને આઠ મહિના બાદ ધ્યાને આવતા તપાસનો રેલો વાગરા પોલીસ મથક સુધી પહોંચ્યો હતો.

વાગરા પોલીસે હાલ તો વિડિયો શેર કરનાર વ્યક્તિનો મોબાઈલ કબજે કરી તપાસ અર્થે ફોરેન્સિક લેબોરેટરી ખાતે મોકલી આપ્યો છે.ફોરેન્સિક લેબોરેટીના રિપોર્ટ બાદ ચાઈલ્ડ પોનોગ્રાફી એક્ટ તેમજ પોસ્કો એક્ટ હેઠળ ગુનો નોંધાવવાની શક્યતા સેવાઈ રહી છે.હાલ તો સાયબર ક્રાઇમ સેલ વાગરા પોલીસની મદદથી આધેડ વિરુદ્ધ કાયદાનો સિકંજો કસવાની ગતિવિધિઓ તેજ કરી રહી છે.નજીકના ટૂંક સમયમાં જ વિડીઓ શેર કરનાર આધેડ સામે કાયદાકીય કાર્યવાહીનો કોરડો વિંજાશે

Advertisment