અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામમાં રહેતા 28 વર્ષીય સંતોષ મીઠા મકવાણા કોઈ કારણોસર તારીખ,28/04/2022 ના રોજ ઘરેથી રાત્રીના સમયે ગુમ થયો હતો જો કે રાત્રિના સમયે યુવાને પરિવારજનોનેવ કોલ કરી જણાવ્યુ હતું કે તે નર્મદા મૈયા બ્રિજ પરથી નર્મદા નદીમાં ઝંપલાવી આત્મહત્યા કરે છે અને ત્યારબાદ ફોન કટ કરી દીધો હતો. આ શબ્દો સાંભળતા પરિવારજનો નર્મદા મૈયા બ્રિજ પર દોડી આવ્યા હતા અને શોધખોળ શારિ કરી હતી જો કે બાદમાં યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો
તો અન્ય એક બનાવમાં નર્મદા મૈયા બ્રિજ પરથી એક 50 વર્ષીય વ્યક્તિએ મોતની છલાંગ લગાવી હોવાની માહિતી ભરૂચ અને અંકલેશ્વર નગર સેવા સદનના ફાયર ફાયટરો દોડી આવ્યા હતા અને નર્મદા નદીમાં શોધખોળ શરૂ કરી જેમનો પણ મૃતદેહ મળી આવ્યો હતો.સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકી અને તેની ટીમ દ્વારા શોધખોળ કરતા બન્ને મૃતદેહો મળી આવેલ હોઈ પરિવારજનોએ અંકલેશ્વર નગર પાલિકાના ફાયર ફાઈટરો અને સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીનો ભીની આંખે આભાર માન્યો હતો