Connect Gujarat
શિક્ષણ

નીતિ આયોગનું સૂચન : 70% શિક્ષક-સ્ટાફને રસીના સિંગલ ડોઝ મળી જાય તો શાળાઓ શરૂ કરી શકાય..!

નીતિ આયોગનું સૂચન : 70% શિક્ષક-સ્ટાફને રસીના સિંગલ ડોઝ મળી જાય તો શાળાઓ શરૂ કરી શકાય..!
X

સમગ્ર દેશમાં છેલ્લા 20 દિવસમાં કોરોના સંક્રમણનો દર 3 ટકાથી પણ ઓછો નોંધાયો છે, ત્યારે અનેક સંશોધનોમાં દાવો કરવામાં આવ્યો છે કે, નાના બાળકો પર કોરોના સંક્રમણની અસર હવે નહીંવત્ છે. જેના આધારે જ નીતિ આયોગે કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયના શાળા-શિક્ષણ વિભાગને સૂચન કર્યું છે કે, હવે પ્રાથમિક શાળાઓને પુનઃ શરૂ કરી દેવામાં આવે. જોકે, આ માટે કેટલીક શરતો પણ સૂચવવામાં આવી છે.

દેશના નીતિ આયોગનું સૂચન છે કે, જો 70 ટકા સ્કૂલ શિક્ષકો અને અન્ય સ્ટાફને રસીનો ઓછામાં ઓછો એક ડોઝ આપી દેવાય, તો શાળાઓને પુનઃ શરૂ કરી દેવી જોઈએ. જો રાજ્ય છૂટ ઈચ્છતાં હોય તો સક્રિય દર્દી પ્રતિ 10 લાખની વસતીએ રોજ 100થી ઓછા દર્દી નોંધાય તો શાળા શરૂ કરી શકે છે. તો સાથે જ પ્રતિ 10 લાખની વસતીએ દૈનિક કેસ 200થી ઓછા હોય, સંક્રમણની ગતિ 5 ટકાથી ઓછી હોવી જોઈએ.

જોકે, શાળા શરૂ કરતા પહેલાં ઓછામાં ઓછા 70 ટકા શિક્ષકો અને અન્ય સ્ટાફને રસી આપવી જોઈએ. સાપ્તાહિક ધોરણે એવા કર્મચારીઓનો આરટી-પીસીઆર ટેસ્ટ કરાવાય, જેમને રસી આપવામાં આવી નથી. તો સાથે જ જો બાળકોને કોઈ ગંભીર બીમારી હોય તો માતા-પિતાની મંજૂરી હોવી જરૂરી છે. નીતિ આયોગે સૂચવેલી એસઓપીની વાત કરીએ તો, શિક્ષક, સ્ટાફ અને વિદ્યાર્થીઓ માટે માસ્ક ફરજિયાત રાખવામાં આવ્યું છે. ઉપરાંત વર્ગખંડમાં 2 વિદ્યાર્થી વચ્ચે પૂરતું અંતર રાખવું પણ જરૂરી છે.

શાળામાં પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમ હોવી જોઈએ, જેથી શું કરવું અને શું ન કરવું તેની વિગતો સહેલાઇથી લોકો સુધી પહોચે. જોકે, એનટૈગીના વડા ડૉ. એન.કે.અરોરા જણાવ્યુ હતું કે, કોરોનાની પહેલી અને બીજી લહેરમાં જોવા મળ્યું છે કે, 10 વર્ષથી ઓછી ઉંમરના આશરે 3 ટકા બાળકો જ એવા હતા જેમાં કોરોનાના લક્ષણ હતા.

Next Story