અમદાવાદ : સી.આર.પાટીલના જન્મદિવસની ઉજવણી, CMના હસ્તે વૃક્ષારોપણ-બાળકોને દૂધ વિતરણ

New Update

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના જન્મદિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના હસ્તે એક જ સ્થળે 6800 જેટલા વૃક્ષોનું વાવેતર અને 68 વડનું મિયાવાકી પદ્ધતિથી ઉછેર કરવામાં આવશે. આ ઉપરાંત 6800 જેટલા બાળકોને અમૂલ દૂધની બોટલ વિતરણ કરવામાં આવી હતી.

Advertisment

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વર્ષે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની નિમિત્તે વૃક્ષો વાવીને ઉજવણી કરવામાં આવતી હોય છે, ત્યારે આજે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના 68મા જન્મદિવસ નિમિત્તે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના મત વિસ્તાર ઘાટલોડીયામાં 6 હજાર જેટલા વૃક્ષોનું મિયાવાંકી પદ્ધતિથી ઉછેર કરવામાં આવશે. આ ઉપરાંત 68 જેટલા વડનું પણ વાવેતર કરવામાં આવશે. જે તમામ વૃક્ષો મિયાવાકી પદ્ધતિથી વાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ સાથે જ શાળામાં અભ્યાસ કરતા 6,800 જેટલા બાળકોને મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના હસ્તે અમુલ દૂધની બોટલનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત અમદાવાદ શહેરના 48 વોર્ડની એક આંગણવાડીના બાળકોને પાપા પગલી નામની પુસ્તિકા આપવામાં આવશે. આ ઉપરાંત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અલગ અલગ 7 ઝોનમાં મેડિકલ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે.અમદાવાદ : સી.આર.પાટીલના જન્મદિવસની ઉજવણી, CMના હસ્તે વૃક્ષારોપણ-બાળકોને દૂધ વિતરણ

Advertisment