ભરૂચ : ઝગડિયાના ગોવાલી ગામે જુગાર રમતા બે જુગારીઓને 1.54 લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પડ્યા

New Update

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ગોવાલી ગામમાંથી જુગાર રમતા બે ઇસમોને મુદ્દામાલ સાથે ઝઘડિયા પોલીસે ઝડપી પાડ્યા હતા.

મળતી માહિતી મુજબ, ઝઘડિયા તાલુકાના ગોવાલી ગામમાં આવેલા મહાકાળી નગર સામે હનુમાન મંદિરના ઓટલા ઉપર બેસી જુગાર તેમજ આંક ફરકના આંકડા લખી રહેલા બે ઇસમોને ઝઘડિયા પોલીસે ઝડપી પાડ્યા હતા.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ઝઘડિયા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર પી. એચ. વસાવા સ્ટાફના માણસો સાથે ખરચી આઉટ પોસ્ટ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન બાતમી મળી હતી કે બે ઇસમો મહાકાળી નગર હનુમાન મંદિરના ઓટલા ઉપર બેસી આંક ફરકના આંકડા લખી સટ્ટા બેટિંગ તેમજ જુગાર રમાડી રહ્યા છે. પોલીસે ઉપરોક્ત સ્થળે રેઇડ કરતા નીતિન વિનાયક માધવરાવ આબનાવી (મરાઠા) તેમજ સાદિક અબ્દુલ મજીદ મલેકને ઝડપી પાડી તેઓ પાસેથી રોકડ રકમ, ત્રણ મોબાઇલ તેમજ રીક્ષા મળી કુલ રૂપિયા 1,54,480ના મુદ્દામાલ કબજે કરી બન્ને ઇસમો વિરૂધ્ધ ઝઘડિયા પોલીસ મથકમાં ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

Read the Next Article

ભરૂચ : જંબુસર એસટી. ડેપોથી ટંકારી ભાગોળ સુધીના માર્ગનું વરસાદના કારણે રોકાયેલું કામ ફરી શરૂ કરાયું

ભરૂચ જિલ્લાના જંબુસર નગરમાં એસટી. ડેપોથી ટંકારી ભાગોળ સુધીના RCC માર્ગનું વરસાદના કારણે રોકવામાં આવેલું કામ આજથી ફરી શરૂ કરવામાં આવ્યું છે.

New Update
  • માર્ગ બન્યો રાજકારણીઓ માટે આક્ષેપબાજીનો અખાડો

  • જંબુસરમાં વરસાદના કારણે રોડનું કામ રખાયું હતું બંધ

  • વરસાદ વચ્ચે રોડના કામનો વિડીયો થયો હતો વાયરલ

  • ભાજપ અને કોંગ્રેસ પક્ષએ કર્યા હતા સામસામે આક્ષેપ

  • વરસાદના કારણે રોકાયેલું માર્ગનું કામ ફરી શરૂ કરાયું

ભરૂચ જિલ્લાના જંબુસર નગરમાં એસટી. ડેપોથી ટંકારી ભાગોળ સુધીનાRCC માર્ગનું વરસાદના કારણે રોકવામાં આવેલું કામ આજથી ફરી શરૂ કરવામાં આવ્યું છે.

ભરૂચ જિલ્લાના જંબુસર એસટી. ડેપોથી ટંકારી ભાગોળ સુધીનાRCC માર્ગના કામ દરમિયાન વરસાદ પડતા કામ રોકી દેવામાં આવ્યું હતું. જોકેવરસાદ વચ્ચે પણ કરવામાં આવેલી માર્ગની કામગીરીનો વિડીયો સોશ્યલ મીડિયા પર વાયરલ થતા જંબુસર નગરપાલિકાના ઈજનેરને સુરતRCM દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

આ મુદ્દે જંબુસર-આમોદ મત વિસ્તારના ધારાસભ્ય દેવકિશોર સ્વામી મુખ્યમંત્રી સમક્ષ સતત રજૂઆત કરતા હતા. જેમાં ક્વોલિટી કંટ્રોલ ચેક કર્યા પછી કામ ફરી શરૂ કરવાની મંજૂરી મળી હતી. અથાગ પ્રયાસ બાદ માર્ગનું કામ ફરી શરૂ કરવામાં આવ્યું છે.

તો બીજી તરફકોંગ્રેસ પક્ષએ પણ રોડનું કામ તાત્કાલિક શરૂ ન થાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. પરંતુ જંબુસર નગરપાલિકા અને ચૂંટાયેલા સભ્યોની ઝડપી કાર્યવાહીથી કોંગ્રેસના આંદોલન પહેલા જ કામગીરી શરૂ થતા રાજકીય ગરમાવો શમ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કેજંબુસર નગરની પ્રજા ઘણા સમયથી વિકાસ કાર્યને વેગ મળે તેવી રાહ જોઈ રહી હતી. પરંતુરાજકીય પક્ષ વચ્ચેની આક્ષેપબાજીમાં વર્ષો જૂની માંગણી સંતોષાય હોવાનું નગરજનો વ્યક્ત કરી રહ્યા છે.