Connect Gujarat
ગુજરાત

ભુપેન્દ્ર પટેલ બન્યા ગુજરાતનાં નવા મુખ્યમંત્રી

ભુપેન્દ્ર પટેલ બન્યા ગુજરાતનાં નવા મુખ્યમંત્રી
X

શનિવારે રાજ્યના મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણીએ રાજીનામું ધરી દીધું હતું. દરમિયાન ત્યારબાદથી નવા મુખ્યમંત્રીના નામોની અટકળો ચાલી રહી હતી. દરમિયાન આજે ગાંધીનગરના કોબા ખાતે આવેલી ભારતીય જનતા પાર્ટીની વડી કચેરીખાતે ગુજરાતના નવા મુખ્યમંત્રીની જાહેરાત માટે ભાજપના ધારાસભ્યોની બેઠક માં ભેપેન્દ્ર પટેલ નું નામ જાહેર કરવામાં આવ્યું હતું.શનિવારે રાજ્યના મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણીએ રાજીનામું ધરી દીધું હતું દરમિયાન ત્યારબાદથી નવા મુખ્યમંત્રીનાનામોની અટકળો ચાલી રહી હતી. દરમિયાન આજે ગાંધીનગરના કોબા ખાતે આવેલી ભારતીય જનતા પાર્ટીની

વડી કચેરી ખાતે ગુજરાતના નવા મુખ્યમંત્રીની જાહેરાત માટે ભાજપના ધારાસભ્યોની બેઠકમાં નામ જાહેર કરવામાં આવ્યું હતું.

ભુપેન્દ્ર પટેલ અમદાવાદના ઘાટલોડિયાથી ધારાસભ્ય છે તેઓ આનંદીબેન સૌથી નજીકના ગણાય છે તેઓ ઔડાના ચેરમેન પદે પણ રહી ચુક્યા છે કાર્યકારી સીએમ વિજય રૂપાણીએ ભુપેન્દ્ર પટેલના નામનો પ્રસ્તાવ મુક્યો હતો તેને તમામ ધારાસભ્યો સમર્થન આપ્યું હતું 2017 માં પ્રથમ વખત તેઓ ધારાસભ્ય તરીકે ચૂંટણી લડયા હતા તેઓ વિદ્યાર્થી કાળથી ભાજપાની યુવા પાંખ એબીવીપી સાથે સંકળાયેલા હતા તેઓ એએમસી માં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે સેવા આપી ચુક્યા છે

Next Story
Share it