Connect Gujarat
ગુજરાત

ગાંધીનગર: વેક્સિનના બન્ને ડોઝ લીધા હશે તેને જ વિધાનસભામાં મળશે પ્રવેશ

આગામી 10 જાન્યુઆરીથી ત્રણ દિવસ માટે યોજાનારા વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ બિઝનેસ સમિટને ધ્યાનમાં રાખી નવો નિયમ જાહેર કરાયો છે.

ગાંધીનગર: વેક્સિનના બન્ને ડોઝ લીધા હશે તેને જ વિધાનસભામાં મળશે પ્રવેશ
X

ગુજરાતમાં વધતા ઓમિક્રોન અને કોરોના સંક્રમણના વધતા કેસ ઉપરાંત,આગામી 10 જાન્યુઆરીથી ત્રણ દિવસ માટે યોજાનારા વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ બિઝનેસ સમિટને ધ્યાનમાં રાખી નવો નિયમ જાહેર કરાયો છે. ગાંધીનગર સચિવાલયમાં રસીના બે ડોઝ લીધા હશે તો જ પ્રવેશ આપવામાં આવશે. સચિવાલયમાં પ્રવેશ માટે પાસ બારીમાં ડોઝનું સર્ટિફિકેટ રજૂ કરવું પડશે. ઉપરાંત રસીનું સર્ટિફિકેટ રજૂ કરશે તેને જ પાસ ઇસ્યુ કરવાનો નિર્ણય લેવાયો છે. રાજ્યના આરોગ્ય મંત્રીએ સરકારની તમામ કચેરી માટે નિયમો જાહેર કર્યો છે અને સરકારીકર્મી કે મુલાકાતીઓએ રસીના બંને ડોઝ લેનારને જ સરકારી કચેરીમાં પ્રવેશ મળશે.ગાંધીનગર વિધાનસભામાં પ્રવેશ માટે નિયમોમાં ફેર બદલ કરવામાં આવ્યા છે. વેક્સિનના બે ડોઝ લીધા હશે તો જ હવે વિધાનસભામાં પ્રવેશ કરવા દેવામાં આવશે. જે પ્રમાણે ગુજરાતમાં કેસ વધી રહ્યા છે તેને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. પરંતુ આટલા વધતા કેસ વચ્ચે વાઇબ્રન્ટ સમિટ તો યોજાવાની છે. વાઇબ્રન્ટ ગુજરાતની દસમી એડીશન વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022 એ હવે તમામ તૈયારીઓ પૂર્ણ કરવા ને આરે આવવાની સાથે નવી ઉંચાઈઓ સર કરવા તૈયાર છે. તારીખ 10 થી 12 મી જાન્યુઆરીના રોજ યોજાનારી આ મેગા ઇવેન્ટને તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. સમિટ માટે પાર્ટનર દેશો પાસેથી, બિઝનેસ લીડર,વિવિધ રાજ્યના વડા અને રાજ્ય સરકારો,અને ઉદ્યોગો પાસેથી અભૂતપૂર્વ પ્રતિસાદ સાંપડયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022 ને મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે તારીખ 10 મી જાન્યુઆરી વિવિધ ક્ષેત્રના નેતાઓ, બિઝનેસ લીડર અને ભારત તથા વિદેશના રોકાણકારો ની હાજરીમાં ખુલ્લી મૂકશે.

Next Story