જામનગર : નગરસેવકો તથા સહયોગી સંસ્થાઓ દ્વારા જરૂરિયાતમંદોને કરાયું રાશન કીટનું વિતરણ

જામનગર શહેરના વોર્ડ નંબર 2માં જરૂરિયાતમંદોને રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જાયન્ટસ ગ્રુપ વેસ્ટના પ્રમુખ અજયસિંહ માણેક તેમજ ફેડરેશન ઓફિસર તથા પ્રોજેકટ ચેરમેન મુકેશ પાઠક સાથે કર્મા ફાઉન્ડેશન (અમદાવાદ)ના સહયોગથી વોર્ડ નં. 2ના કોર્પોરેટર ડિમ્પલ રાવલ દ્વારા રાશન કીટ વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જાયન્ટસ ગ્રુપના પ્રમુખ અજયસિંહ માણેક, પૂર્વ પ્રમુખ અંકિત રાવલ, આસિફ શમાં અને કોમુદીનીબેન ડિસોઝા સહિત આ કાર્યક્રમના પ્રોજેક્ટ ચેરમેન મુકેશ પાઠક તથા જાયન્ટસ ગ્રુપના સભ્યો, શહેર ભાજપ પ્રમુખ ડો. વિમલ કગથરા, શહેર મંત્રી દિલીપસિંહ કંચવા, ભાવિષા ઘોળકિયા, વોર્ડના નગરસેવકો જયેન્દ્રસિંહ ઝાલા, જયરાજસિંહ જાડેજા, ડિમ્પલ રાવલ, વોર્ડ પ્રમુખ પ્રજ્ઞેશ ભટ્ટ, મહામંત્રી સી.એમ.જાડેજા, હિતેશ વસાણી, અગ્રણી મિલન મોદી અને નારીશક્તિ ગ્રુપના પ્રમુખ પ્રજ્ઞાબા સોઢા, વર્ષા રાઠોડ, ઉષાબા ચાવડા તથા ગ્રુપના બહેનો ઉપસ્થિત રહી જરૂરિયાતમંદોને રાશન કીટ વિતરણના કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.