Connect Gujarat
ગુજરાત

જામનગર : લખોટા નેચર ક્લબ આયોજિત ઓપન વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફી સ્પર્ધાના વિજેતાઓનું સન્માન

સ્પર્ધામાં વ્યવસાયિક વિભાગ પ્રાણીઓના ફોટોગ્રાફમાં પ્રથમ જયદેવસિંહ રાઠોડ,દ્રિતીય સૌમિલ માકડિયા અને તૃતીય પાર્થ સોલંકી વિજેતા જાહેર થયા હતા

જામનગર : લખોટા નેચર ક્લબ આયોજિત ઓપન વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફી સ્પર્ધાના વિજેતાઓનું સન્માન
X

જામનગરની લાખોટા નેચર ક્લબના ઉપક્રમે વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી દરમ્યાન ઓપન જામનગર વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સંસ્થાના ઉપક્રમે બે વિભાગમાં યોજવામાં આવેલી ફોટોગ્રાફી સ્પર્ધા માં પ્રાણી અને પક્ષી વિભાગ મળીને 40 થી વધુ તસવીરકારોના 100 થી વધુ ફોટોગ્રાફસ પ્રાપ્ત થયા હતા જેમાં જામનગર ના જાણીતા વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર યશોધન ભાટિયા, અશ્વિન ત્રિવેદી અને જામનગર ફોટોગ્રાફર એસોસિએશનના પ્રમુખ પંકજ ભટ્ટની નિર્ણાયક પેનલ દ્વારા વિજેતાઓ જાહેર કરવામાં આવ્યા હતાં.તસવીર પ્રદર્શન જામનગર મહાનગર પાલિકાના સહકારથી સરદાર વલ્લભભાઈ પટેલ એમયુઝમેન્ટ પાર્ક હૉલમાં યોજવામાં આવ્યું હતું

સ્પર્ધામાં વ્યવસાયિક વિભાગ પ્રાણીઓના ફોટોગ્રાફમાં પ્રથમ જયદેવસિંહ રાઠોડ,દ્રિતીય સૌમિલ માકડિયા અને તૃતીય પાર્થ સોલંકી વિજેતા જાહેર થયા હતા જ્યારે બિન વ્યાવસાયિક ફોટોગ્રાફર પ્રાણી વિભાગમાં પ્રથમ પલક આચાર્ય, દ્રિતીય ઈશિતા કોઠારી અને તૃતીય હેમાંગી જાડેજા વિજેતા થયા હતા પક્ષી વિભાગ માં વ્યાવસાયિક ફોટોગ્રાફરમાં પ્રથમ દેવર્સ આચાર્ય, દ્રિતીય પાર્થ સોલંકી તૃતીય ડીમ્પલબેન વરૂ અને જયદેવસિંહ રાઠોડ જ્યારે બિન વ્યવસાયિક ફોટોગ્રાફસ પક્ષી માં પ્રથમ ઈશિતા કોઠારી, દ્રિતીય પ્રતિકભાઈ બાસુ અને તૃતીય મહેન્દ્રભાઇ વિજેતા જાહેર થયાં હતાં.

ફોટોગાફી સ્પર્ધા અને પ્રદર્શનીને સફળ બનાવવા માટે લાખોટા નેચર ક્લબના પ્રમુખ જગત રાવલ, ઉપપ્રમુખ કમલેશ રાવત , સુરજ જોશી, મંત્રી ભાવિક પારેખ,ખજાનચી જય ભાયાણી, કમિટી મેમ્બર મયંક સોની, શબીર વીજળીવાળા તેમજ ઉદિત સોની, સંજય પરમાર, જિગ્નેશ નાકર, ઉમંગ કટારમલ અને જુમમાભાઇ સાફિયા, નિખિલ મહેતા, જીત સોની સહિતના અગ્રણીઓએ જહેમત ઉઠાવી હતી.

Next Story