Connect Gujarat
ગુજરાત

જુનાગઢ : ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે 1715 ખેડૂતોનું રજીસ્ટ્રેશન, ફક્ત 10 ખેડૂતોને જ આવ્યો SMS

જુનાગઢ જિલ્લામાં ટેકાના ભાવે મગફળી વેચવા માટે 33 હજાર જેટલા ખેડૂતોએ ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવ્યું હતું,

જુનાગઢ : ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે 1715 ખેડૂતોનું રજીસ્ટ્રેશન, ફક્ત 10 ખેડૂતોને જ આવ્યો SMS
X

રાજ્યભરમાં આજથી ટેકાના ભાવે મગફળીની ખરીદી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. પરંતુ જુનાગઢમાં ટેકાના ભાવે મગફળી વેચવા માટે ખેડૂતો પ્રથમ દિવસે જ ઉદાસીનતા દાખવતા હોવાનું સામે આવ્યું છે.

જુનાગઢ જિલ્લામાં ટેકાના ભાવે મગફળી વેચવા માટે 33 હજાર જેટલા ખેડૂતોએ ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવ્યું હતું, જે ગત વર્ષની સરખામણીએ ખૂબ જ ઓછું છે. આજે મગફળી ખરીદીના પ્રથમ દિવસે જુનાગઢ તાલુકામાં 1715 ખેડૂતોના થયેલ રજીસ્ટ્રેશનમાંથી 10 ખેડૂતોને SMS કરી મગફળી ખરીદી માટે બોલાવવામાં આવ્યા હતા. પરંતુ બપોર સુધી એક પણ ખેડૂત મગફળી વેચવા માટે આવ્યા નહોતા. જેનું મુખ્ય કારણ એ છે કે, મગફળી ખરીદી કેન્દ્ર જુનાગઢ શહેરથી 10 કિલોમીટર દૂર છે. આ ઉપરાંત અન્ય બજારમાં મગફળીના ખેડૂતોને સારા ભાવ મળતા હોય છે. જેથી ખેડૂતો ટેકાના ભાવે મગફળી વેચવા નીરસતા દાખવી રહ્યા છે.

Next Story