ખેડા : SRP કેમ્‍પ-નડિયાદ ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણીનું રીહર્સલ કરાયુ...

SRP કેમ્‍પ ખાતે જિલ્‍લા કલેકટર કે.એલ.બચાણીની અધ્‍યક્ષતામાં પ્રજાસત્તાક પર્વની ઉજવણીનું રીહર્સલ કરવામાં આવ્યું હતું.

New Update

ગુજરાત રાજ્ય મહિલા અને બાળ કલ્‍યાણ, સામાજીક ન્‍યાય અને અધિકારીતા મંત્રી મનીષા વકીલની વિશેષ ઉપસ્થિતિમાં ખેડા જિલ્‍લાનો પ્રજાસત્તાક પર્વની ઉજવણીનું આયોજન SRP કેમ્‍પ નડિયાદ ખાતે કરવામાં આવ્યું છે, ત્યારે SRP કેમ્‍પ ખાતે જિલ્‍લા કલેકટર કે.એલ.બચાણીની અધ્‍યક્ષતામાં પ્રજાસત્તાક પર્વની ઉજવણીનું રીહર્સલ કરવામાં આવ્યું હતું.

Advertisment

આગામી તા. ૨૬મી જાન્‍યુઆરી-૨૦૨૨ના રોજ જિલ્‍લા કક્ષાના ૭3મા પ્રજાસત્તાક દિનની ઉજવણી મહિલા અને બાળ કલ્‍યાણ, સામાજીક ન્‍યાય અને અધિકારીતા મંત્રી મનીષા વકીલની વિશેષ ઉપસ્થિતિમાં યોજાનાર છે, ત્યારે આ કાર્યક્રમને અનુલક્ષીને કરવામાં આવેલ તૈયારીઓનું રીહર્સલ જિલ્‍લા કલેકટર કે.એલ.બચાણીની અધ્‍યક્ષતામાં યોજાયું હતું. આ રીહર્સલના અંતે કલેકટર દ્વારા અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પુરૂં આપવામાં આવ્યું હતું. આ રીહર્સલમાં જિલ્‍લાના ઉચ્‍ચ અધિકારીઓ, પોલીસ પરેડના જવાનો ઉપસ્‍થિત રહ્યા હતા.

Advertisment