મોંઘવારીના માર વચ્ચે હવે ગુજરાતની જનતા માટે વીજળી મોંઘી થઈ છે. ગુજરાતમાં સરકારી વીજળી ના ભાવમાં વધારો થયો છે. GUVNL એ ફ્યુઅલ સરચાર્જમાં 20 પૈસા વધાર્યા છે. 1 મેથી પ્રતિ યુનિટ ભાવ 2.50 રૂપિયા વસૂલાશે.જોકે, ખેડૂતોને આ ભાવ વધારો લાગુ નહિ કરાય. વીજળી નો નવો ભાવ ખેડૂતોને લાગૂ પડશે નહિ. સરકારના આ નિર્ણયથી 1.30 કરોડ વીજગ્રાહકોને માથે વર્ષે 3240 કરોડનો બોજ વધશે.પેટ્રોલ, દાળ-શાકભાજી, દૂધ જેવી જીવન જરૂરિયાત વસ્તુઓના ભાવ વધારામાં વધુ એક બાબત સામેલ થઈ છે. ગુજરાતમાં વીજળી ના ભાવમાં વધારો ઝીંકવામાં આવ્યો છે. વીજળીમાં યુનિટ દીઠ 20 પૈસાનો વધારો કરાયો છે. ફ્યુઅલ સરચાર્જ માં યુનિટ દીઠ 20 પૈસાનો વધારો કરાયો છે. જેથી રાજ્યના 1.30 કરોડ ગ્રાહકોને તેની સીધી અસર થશે. ફ્યુઅલ પ્રાઈઝ એન્ડ પાવર પરચેઝ એગ્રીમેન્ટ હેઠળ યુનિટ દીઠ 2.30 રૂપિયાથી વધારી 2.50 રૂપિયા કર્યા છે.
ગુજરાત ઊર્જા વિકાસ નિગમની ચાર વીજ વિતરણ કંપની વીજદરમાં ફ્યુઅલ પ્રાઇસ એન્ડ પાવર પરચેઝ એગ્રીમેન્ટ હેઠળ પહેલી મે 2022 થી યુનિટ દીઠ 20 પૈસા લેવાની છૂટ આપી છે છેલ્લા પાંચ મહિનામાં રાજ્ય સરકારે ચોથી વાર ઈંધણ સરચાર્જ ના ભાવ વધાર્યા છે. જાન્યુઆરીથી માર્ચ 2022ના ત્રિમાસિક ગાળા માટે FPPPA માં યુનિટ દીઠ 10 પૈસાનો વધારો કરાયો હતો. આમ, ચાર મહિનાના ગાળામાં 50 પૈસાનો વધારો ઝીંકાયો છે. તો રાજકોટમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જંગી જાહેરસભાને સંબોધન માં એક જાહેરાત કરી હતી. તેમણે ગુજરાતની જનતાને વચન આપ્યું હતું કે જો આમ આદમી પાર્ટીને મોકો આપવામાં આવશે તો તે વીજળી, શિક્ષણ અને સારવાર મફત કરી દેશે. દિલ્હીમાં 24 કલાક ફ્રી વીજળી આપી રહ્યો છું ત્યારે મને ધ્યાન પર આવ્યું છે કે ગુજરાતમાં અત્યારે તોતિંગ વીજબીલ આવી રહ્યા છે. તો અમુક વિસ્તારો એવા છે જ્યાં હજુ લાઈટના ઠેકાણા પણ નથી. ત્યારે અમને તક આપવામાં આવશે તો આ હાલત સુધારશું જ સાથે સાથે વીજળી પણ મફત આપીશું.