વલસાડ : વાપીમાં રૂ. 4.50 કરોડના ખર્ચે વાણિજ્ય મહાવિદ્યાલયનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરાયું

આર.કે.દેસાઈ ગ્રૂપ ઓફ કોલેજીસ દ્વારા રૂ. 4.50 કરોડના ખર્ચે નિર્મિત વાણિજ્ય મહાવિદ્યાલય ભવનનું રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું

New Update

વલસાડ જિલ્લાનું વાપી છેલ્લા 2 દાયકાથી ઔદ્યોગિક ક્ષેત્રની સાથે સાથે શિક્ષણની ક્રાંતિનું પણ સાક્ષી બન્યું છે, ત્યારે વાપીના કોપરલી રોડ પર સ્થિત રમણલાલ કુંવરજી દેસાઈ મેમોરિયલ ટ્રસ્ટ સંચાલિત આર.કે.દેસાઈ ગ્રૂપ ઓફ કોલેજીસ દ્વારા રૂ. 4.50 કરોડના ખર્ચે નિર્મિત વાણિજ્ય મહાવિદ્યાલય ભવનનું રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

Advertisment

વલસાડના વાપી ખાતે રમણલાલ કુંવરજી દેસાઈ મેમોરિયલ ટ્રસ્ટ સંચાલિત આર.કે.દેસાઈ ગ્રૂપ ઓફ કોલેજીસ દ્વારા રૂ. 4.50 કરોડના ખર્ચે નિર્મિત વાણિજ્ય મહાવિદ્યાલય ભવનનું રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીએ સેવાના ભેખધારી રમણ દેસાઈની જન્મજયંતિ નિમિત્તે કોલેજ પરિવારને અભિનંદન આપ્યા હતા. ન્યુ ઇન્ડિયાના નિર્માણ માટે યુવા શક્તિને વધુ શિક્ષિત અને તાલીમબદ્ધ કરવા જોગવાઈ કરાઈ છે.

યુવા શક્તિના સહારે વિકસિત ભારત, આત્મનિર્ભર ભારત બનાવવાની વડાપ્રધાનની નેમ છે. વાપીના નાગરિકોને મળતી સુવિધાઓમાં પણ વધારો થયો છે, ત્યારે આ કાર્યક્રમમાં યુનિવર્સિટીના યુથ ફેસ્ટિવલમાં બોક્સિંગમાં ગોલ્ડ મેડલ મેળવનાર દાસ મધુમિતા, વર્ષ 2022માં યુનિવર્સિટી કક્ષાએ બી.એડ.માં ગોલ્ડ મેડલ મેળવનાર ભંડારી પલક, વર્ષ 2021માં યુનિવર્સિટી કક્ષાએ બી.એડ.માં ગોલ્ડ મેડલ મેળવનાર રુચિ માયત્રા અને સાહિત્ય ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય સ્તરે નામના મેળવનાર આર.કે.દેસાઈ કોલેજ ઓફ એજ્યુકેશન વાપીના પ્રોફેસર ડો. જ્યંતિલાલ બી. બારીશને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે પદ્મભૂષણશ્રી અને યુપીએલના ચેરમેન રજ્જુભાઈ શ્રોફનું પણ મુખ્યમંત્રીના હસ્તે સન્માન કરાયું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ અલકા શાહ, સાંસદ ડો. કે.સી.પટેલ, સંસ્થાના પ્રેરણાસ્ત્રોત કાંતાબેન દેસાઈ, કમલ દેસાઈ, ઉમરગામના ધારાસભ્ય રમણલાલ પાટકર, કપરાડાના ધારાસભ્ય જીતુ ચૌધરી, વલસાડના ધારાસભ્ય ભરત પટેલ, ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલ, રાજ્યના અધિક મુખ્ય સચિવ પંકજ જોશી, યુપીએલના વાઇસ ચેરમેન સાન્દ્રાબેન શ્રોફ, વાપી પાલિકા પ્રમુખ કાશ્મીરા શાહ, વાપી વીઆઈએના પ્રમુખ કમલેશ પટેલ સહિત મોટી સંખ્યામાં આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisment