ભરૂચ: અંકલેશ્વર આર્ટસ અને કોમર્સ કોલેજ ખાતે બીજા તબક્કાનો રસીકરણ કાર્યક્રમ યોજાયો

New Update

આર્ટસ અને કોમર્સ કોલેજ અંકલેશ્વર ખાતે રાષ્ટ્રીય સેવા યોજના,સામુદાયિક સેવા ધારા,અંકલેશ્વર તાલુકા આરોગ્ય શાખા દ્વારા આઝાદીનો અમૃત મહોત્સવ યુવા સંકલ્પ પંચ પ્રકલ્પ પૈકી પ્રથમ પ્રકલ્પ અંતર્ગત કોરોના સંક્રમણ અટકાવવા બીજા તબક્કાનો રસીકરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કોમ્યુનિટી હેલ્થ ઓફિસર અંકિતા પરમાર તથા ફિમેલ હેલ્થ વર્કર રમીલાબેન પટેલ તથા આશાવર્કર બહેનો હીના પટેલ તથા મીના પટેલ ઉપસ્થિત રહ્યા હતા એનએસએસ પ્રોગ્રામ ઓફીસર ડો જયશ્રી ચૌધરી કાર્યક્રમની ભૂમિકા બાંધી હતી અને સૌને આવકાર્યા હતા. સામુદાયિક સેવા ધારા કન્વીનર ડો. કે. એસ. ચાવડાએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.

Advertisment

કમ્યુનિટી હેલ્થ ઓફિસર અંકિતા પરમારએ વિદ્યાર્થીઓને સંબોધતા કહ્યું હતું કે, " આરોગ્ય વિશે જાગૃતિ કેળવી શકાય તો ઘણા બધા રોગોથી આપણે બચી શકીએ છીએ. ગંદા પાણીથી જ નહીં, ચોખ્ખા પાણીના ભરાવાથી પણ મચ્છરોનો ઉપદ્રવ થતો હોય છે. આપણા ઘરમાં કે આસપાસ પાણીનો ભરાવો ન થાય તેનું ધ્યાન રાખવું જોઈએ. કોરોના મુક્ત ભારત અભિયાન અંતર્ગત ૧૮ વર્ષથી ઉપરની વયના સહુએ વેક્સિનેશન કરાવવું જરૂરી છે.  

Advertisment