Connect Gujarat
દેશ

દિલ્હી: ભગવંત માન આજે બપોરે 1 વાગે PM મોદીને મળશે; આ મુદ્દાઓ પર થઈ શકે છે ચર્ચાઓ

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ગુરુવારે બપોરે 1 વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળશે.

દિલ્હી: ભગવંત માન આજે બપોરે 1 વાગે PM મોદીને મળશે; આ મુદ્દાઓ પર થઈ શકે છે ચર્ચાઓ
X

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ગુરુવારે બપોરે 1 વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળશે. પીએમ મોદીને મળતા પહેલા સીએમ માનનો બુધવારે પ્રોટોકોલ મુજબ કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. ભગવંત માનનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. આવતીકાલે તેઓ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પીએમ મોદીને મળશે.

મુખ્યમંત્રી બન્યા બાદ ભગવંત માન પહેલીવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ બેઠક દરમિયાન ભગવંત માન રાજ્યના કેટલાક મહત્વના મુદ્દાઓ વડાપ્રધાનની સામે ઉઠાવી શકે છે. માને ટ્વીટ કર્યું હતું કે, "પંજાબના મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યા પછી, મેં વડાપ્રધાન અને કેન્દ્રીય ગૃહ મંત્રીને મળવા અને પંજાબ સાથે સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે સમય માંગ્યો છે." તમને જણાવી દઈએ કે ભગવંત માને 16 માર્ચે સ્વાતંત્ર્ય સેનાની ભગત સિંહના ખટકર કલાન ગામમાં હજારો લોકોની હાજરીમાં પંજાબના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા.

વડાપ્રધાને પણ માનને મુખ્યમંત્રી બનવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. તમને જણાવી દઈએ કે પંજાબ વિધાનસભા ચૂંટણીમાં AAPએ 117માંથી 92 સીટો જીતી છે. સીએમ બન્યા બાદ ભગવંત માન સતત એક પછી એક નિર્ણયો લઈ રહ્યા છે. ભગવંત માને શનિવારે તેમની કેબિનેટની પ્રથમ બેઠકમાં લેવાયેલા પ્રથમ નિર્ણયના ભાગરૂપે પોલીસ વિભાગમાં 10,000 સહિત રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં 25,000 ખાલી જગ્યાઓ ભરવાની મંજૂરી આપી હતી. માને તેમની કેબિનેટની પ્રથમ બેઠકની અધ્યક્ષતા કર્યા પછી એક વીડિયો સંદેશમાં આ નિર્ણયની જાહેરાત કરી હતી.

Next Story