Connect Gujarat
દેશ

દિલ્હીના સી.એમ.અરવિંદ કેજરીવાલ 10 દિવસ માટે દુનિયાથી થશે અલિપ્ત, વાંચો કારણ

દિલ્હીના સી.એમ.અરવિંદ કેજરીવાલ 10 દિવસ માટે દુનિયાથી થશે અલિપ્ત, વાંચો કારણ
X

દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ હંમેશા કોઈ ને કોઈ બાબતે ચર્ચાનું કેન્દ્ર બનતા હોય છે. આગામી દસ દિવસ માટે સી.એમ.દુનિયાથી અલિપ્ત થઇ જશે એટલે કે દસ દિવસ માટે પોતાના પરિવાર અને કામ મૂકીને સાધના તેમજ યોગ કરવામાં સમય આપશે.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ હંમેશા કોઈ ને કોઈ બાબતે ચર્ચાનું કેન્દ્ર બનતા હોય છે જેમાં કોઈ વિકાસના કાર્ય હોય કે ભાજપ પર નિશાન ત્યારે હવે આ વખતે પણ અરવિંદ કેજરીવાલ ફરી એકવાર ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. સી.એમ.ઓફિસ દિલ્હીથી જાણકારી મળ્યા અનુસાર અરવિંદ કેજરીવાલ આગામી દસ દિવસ માટે પોતાના પરિવાર અને કામને મૂકીને જયપુરમાં વિપશ્ય સાધના અને યોગ કરવામાં માટે જવાના છે.

આ ઉપરાંત રાજસ્થાનના સી.એમ.અશોક ગહલોતે ટવીટ કરી તેમના આ નિર્ણયને આવકાર્યો હતો.એકબાજુ એવું પણ માનવામાં આવી રહ્યું છે આગામી સમયમાં ગુજરાત ,પંજાબ,ઉત્તરાખંડ,ગોવામાં વિધાનસભાની ચૂંટણી આવી રહી હોવાથી પોતે માનસિક અને શારીરિક રીતે મજબૂત બનવા માટે સાધના કરવા જઈ રહ્યા છે.અરવિંદ કેજરીવાલ ધ્યાન,યોગમાં ખુબ જ વિશ્વાસ રાખે છે અને તે પોતે પણ હનુમાનજીના ભક્ત છે. આ પહેલા 2016 માં નાગપુરમાં દસ દિવસ માટે વિપશ્ય સાધના માટે ગયા હતા.

Next Story
Share it