Connect Gujarat
દેશ

ઉદયપુરમાં કોંગ્રેસની ચિંતન શિબિર,રાહુલ ગાંધી સહિત 400 નેતાઓ પહોંચ્યા

ઉદયપુરમાં આજથી કોંગ્રેસની ત્રણ દિવસીય નવ સંકલ્પ ચિંતન શિબિર શરૂ થવા જઇ રહી છે. કોંગ્રેસની ચિંતન શિબીર 13 થી 15 મે સુધી ચાલશે.

ઉદયપુરમાં કોંગ્રેસની ચિંતન શિબિર,રાહુલ ગાંધી સહિત 400 નેતાઓ પહોંચ્યા
X

રાજસ્થાનના ઉદયપુરમાં આજથી કોંગ્રેસની ત્રણ દિવસીય નવ સંકલ્પ ચિંતન શિબિર શરૂ થવા જઇ રહી છે. કોંગ્રેસની ચિંતન શિબીર 13 થી 15 મે સુધી ચાલશે.જેમાં ચૂંટણીમાં સતત હારનો સામનો કરી રહેલા પાર્ટી તેની પુનઃ રચના અને ધ્રુવીકરણ રાજનીતિ નો સામનો કરવા માટે વ્યૂહરચના ઘડશે. આ શિબિરમાં કોંગ્રેસના 400થી વધુ દિગ્ગજો ભાગ લેશે. ત્યારે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી ટ્રેનમાં મુસાફરી કરીને ઉદેપુર પહોંચી ગયા છે.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ગુરુવારે રાત્રે 8 વાગ્યે ઉદયપુર પહોંચવા માટે ટ્રેન દ્વારા દિલ્હી સરાય રોહિલા રેલવે સ્ટેશન થી નીકળ્યા હતા અને શુક્રવારે સવારે ઉદયપુર પહોંચ્યા હતા. મેવાડ એક્સપ્રેસમાં રાહુલ ગાંધી સહિત તમામ નેતાઓ માટે બે કોચ અગાઉથી જ બુક કરવામાં આવ્યા હતા. રાહુલ ગાંધી તાજ અરાવલી હોટલ માં રોકાશે. આ હોટલમાં ચિંતન શિબિર નું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા અને પૂર્વ પીએમ મનમોહન સિંહ સહિત અન્ય મોટા નેતાઓના રોકાણની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

નવ સંકલ્પ ચિંતન શિબિરમાં અર્થવ્યવસ્થાનું સતત પતન, વધતી જતી આર્થિક અસમાનતા, મોંઘવારી અને કૃષિ ક્ષેત્રના કેટલા જૂથોના હવાલે કરવાનો ગાઢ ષડયંત્ર પણ વિચાર વિમર્શ કરવામાં આવશે. સાથે જ ભારતીય ક્ષેત્રમાં ચીનનો પ્રવેશ, SC/ST અને લઘુમતીઓના અધિકારો પરના હુમલા પર પણ ચર્ચા કરવામાં આવશે બપોરે લગભગ 2 વાગે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના સંબોધન સાથે ચિંતન શિબિરની શરૂઆત થશે. ત્યારબાદ નેતા વચ્ચે જૂથ સંવાદ શરૂ થશે. જે સાંજે 5 વાગ્યા સુધી ચાલશે. ત્યારબાદ બીજા દિવસે શનિવારે સમૂહ સંવાદ સવારે 10.30 વાગ્યાથી શરુ થશે. જે લગભગ 2:30 સુધી ચાલશે. આ પછી રાત્રે છ સમિતિની બેઠક મળશે. 15મી તારીખે છેલ્લા દિવસે સવારે 11 વાગ્યાથી ચિંતન શિબિર ના કાર્યક્રમ શરુ થશે.

Next Story