Connect Gujarat
દેશ

કેન્દ્ર સરકાર આગામી સપ્તાહમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં આપી શકે છે રાહત

પેટ્રોલ-ડીઝલની વધતી કિંમત થી કેન્દ્ર સરકાર પણ ઘણી ચિંતિત છે. આ જ કારણ છે કે તેલની કિંમતોને લઈને કેન્દ્ર રાજ્ય સરકાર સાથે સતત વાતચીત કરી રહ્યું છે.

કેન્દ્ર સરકાર આગામી સપ્તાહમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં આપી શકે છે રાહત
X

પેટ્રોલ-ડીઝલની વધતી કિંમત થી કેન્દ્ર સરકાર પણ ઘણી ચિંતિત છે. આ જ કારણ છે કે તેલની કિંમતોને લઈને કેન્દ્ર રાજ્ય સરકાર સાથે સતત વાતચીત કરી રહ્યું છે. આ દરમિયાન એક રાહતના સમાચાર સામે આવ્યા છે. કેન્દ્ર સરકાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સામાન્ય માણસને રાહત આપવાનું વિચારી રહી છે.કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં લોકોને પેટ્રોલ તથા ડીઝલ માં જે અસહ્ય ભાવ વધારા માંથી રાહત આપવા પગલાં ભરી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય અને નાણાં મંત્રાલય પેટ્રોલ તથા ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટી માં ઘટાડો કરવાની દિશામાં વિચારણા કરી રહ્યા છે.

ગયા વર્ષે નવેમ્બરમાં કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટી માં ઘટાડો કર્યો હતો. તે સમયે પેટ્રોલ પર પ્રતિ લીટર પાંચ અને ડીઝલ પર રૂપિયા 10 ઘટાડો કર્યો હતો. નાણાં મંત્રાલયે ગયા વર્ષે લોકસભામાં પેટ્રોલ તથા ડીઝલ પર કેટલા પ્રમાણમાં એક્સાઈઝ ડ્યુટી સરકાર દ્વારા વસુલવામાં આવે છે તે અંગે માહિતી આપી હતી.ઓઈલ માર્કેટિંગ કંપનીઓ 11 એપ્રિલના રોજ સતત પાંચમા દિવસે પેટ્રોલ-ડીઝલની કિંમતમાં કોઈ વધારો કર્યો નથી. અલબત 22 માર્ચથી છઠ્ઠી એપ્રિલ દરમિયાન પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં લીટર દીઠ રૂપિયા 10નો વધારો કરવામાં આવ્યો હતો. આ સંજોગોમાં સરકાર એક્સાઈઝ ડ્યુટી માં યોગ્ય પ્રમાણમાં ઘટાડો કરવા અંગેનો નિર્ણય કરી શકે છે.11 એપ્રિલ સતત પાંચમા દિવસે ઓઈલ માર્કેટિંગ કંપની પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી. જો કે, 22 માર્ચથી 6 એપ્રિલ ની વચ્ચે, પેટ્રોલ ડીઝલની કિંમતમાં ચોક્કસપણે 10 રૂપિયા પ્રતિ લીટર વધારો થયો છે.

Next Story