/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/04/maxresdefault-289.jpg)
તાજેતરમા જ અમદાવાદના એક નાગરીકને જાહેરમા પાનની પિચકારી મારવા બદલ ઈ-મેમો આપવામા આવ્યો હતો. જે બાદ રાજકોટ મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા પણ જાહેરાત કરવામા આવી છે કે જાહેર સ્થળોએ ગંદકી કરનાર અને રોડ રસ્તા પર બાઈક કે કાર ચલાવતા સમયે પાનની પિચકારી કે ગંદકી કરનારને ઈ મેમો દ્વારા દંડીત કરવામા આવશે.
મ્યુનિસિપલ કમિશ્નર બંચ્છાનિધી પાનીએ જણાવ્યુ હતુ કે અત્યાર સુધીમા ઓફલાઈન સિસ્ટમ દ્વારા જાહેરમા ગંદકી કરનારને દંડીત કરવામા આવતા હતા. તો સાથે જ અત્યાર સુધીમા 3લાખ રૂપિયાનો દંડ જાહેરમા ગંદકી કરનારને ફટકારવામા આવ્યો છે. ત્યારે આગામી દિવસોમા રોડ રસ્તા પર ગંદકી કરનારને ઈ મેમો દ્વારા પણ દંડ ફટકારવાની કાર્યવાહી કરવામા આવશે.