Connect Gujarat
રાજકોટ 

રાજકોટ: ટ્રાફિકનો ઇ-મેમો ભરવા માટે એક વ્યક્તિએ પોતાની કિડની વેચવાની મંજૂરી માંગી,પોલીસને આપી અરજી

રાજકોટમાં ટ્રાફિક મેમો ભરવા માટે એક વ્યક્તિએ પોલીસ પાસે મંજૂરી માંગી છે.જાણીને નવાઇ લાગશે

રાજકોટ: ટ્રાફિકનો ઇ-મેમો ભરવા માટે એક વ્યક્તિએ પોતાની કિડની વેચવાની મંજૂરી માંગી,પોલીસને આપી અરજી
X

રાજકોટમાં ટ્રાફિક મેમો ભરવા માટે એક વ્યક્તિએ પોલીસ પાસે મંજૂરી માંગી છે.જાણીને નવાઇ લાગશે રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારના ભારતીનગરમાં રહેતા પરેશ રાઠોડ નામના વ્યક્તિએ પોલીસ કમિશનરને અરજી કરી હતી કે વર્ષ ૨૦૧૮માં ટ્રાફિક મેમોના ૫૮૦૦ રૂપિયા બાકી છે પરંતુ તેઓની આર્થિક સ્થિતિ નબળી હોવાને કારણે તેઓ કિડની વેચવા માટે મજબૂર છે જેથી પોલીસ કમિશરને પત્ર લખીને કિડની વેંચવા માટેની મંજૂરી માંગી હતી.

આ અંગે પરેશ રાઠોડે કહ્યું હતુ કે તેઓની આર્થિક સ્થિતિ નબળી છે.થોડા દિવસ પહેલા પીજીવીસીએલનું બીલ ભર્યું પરંતુ તેમાં પણ તેની સાથે છેતરપિંડી થઇ હોવાનો આક્ષેપ કર્યો હતો.તેની પાસે પોતાના સંતાનની ફી ભરવા માટે પણ રૂપિયા ન હોવાનો આક્ષેપ કર્યો હતો જેના કારણે તેઓ પાસે પોતાના શરીરના મહત્વના અંગને વેચવા સિવાય કોઇ વિકલ્પ ન હોવાનો ઉલ્લેખ કર્યો હતો જેથી તેને કિડની વેચવાની મંજૂરી માંગી હતી.. પરેશ રાઠોડ નામના વ્યક્તિએ પોલીસ કમિશનરને લખેલી ચાર પેઇજની અરજીમાં ઉલ્લેખ કર્યો છે કે પોલીસની કામગીરીમાં પણ ભેદભાવ છે.જ્યારે પોલીસ ઇ મેમોના રૂપિયાની વસૂલાત માટે આવી ત્યારે તેઓએ આદરપૂર્વક વાતચીત કરી હતી જો કે થોડા દિવસો પહેલા એક બેંકમાં ૫૦ હજાર રૂપિયાને લઇને ઇસ્યૂ થયો હતો ત્યારે બેંક દ્રારા પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસે અસભ્ય વર્તન કરીને તેને ખોટાં કેસમાં ફીટ કરી દેવાની ધમકી આપી હોવાનો પણ આક્ષેપ કર્યો હતો..

Next Story