ડેન્ગ્યુથી બચવા માટે આ ખાદ્ય પદાર્થોને તમારા આહારનો બનાવો ભાગ,વાંચો
ડેન્ગ્યુ એ વરસાદની મોસમમાં બનતા જીવલેણ રોગોમાંનો એક છે. તેથી આ ઋતુમાં, કોઈ પણ જગ્યાએ પાણી એકઠું ન થવા દેવાનું ખાસ ધ્યાન રાખો

ડેન્ગ્યુ એ વરસાદની મોસમમાં બનતા જીવલેણ રોગોમાંનો એક છે. તેથી આ ઋતુમાં, કોઈ પણ જગ્યાએ પાણી એકઠું ન થવા દેવાનું ખાસ ધ્યાન રાખો કારણ કે આવી જગ્યાઓ ડેન્ગ્યુના મચ્છરોના ઉત્પત્તિ માટે ખૂબ અનુકૂળ છે. ડેન્ગ્યુ તાવ એક વાયરલ ચેપ છે પરંતુ કેટલીકવાર તેનાથી વ્યક્તિનું મૃતયું પણ થઈ શકે છે. તેથી ડેન્ગ્યુથી દૂર રહેવા માટે મજબૂત એ રોગપ્રતિકારક શક્તિ હોવી ખૂબ જ જરૂરી છે, જેના માટે તમારે તમારા આહારમાં અહીં આપવામાં આવેલી ખાદ્ય વસ્તુઓનો સમાવેશ કરવો જ જોઈએ.
1. સાઇટ્રસ ફૂડ્સ :-
સાઇટ્રસ ફૂડ એટલે કે ખાટા ફાળોમાં વિટામિન- સી ની નોંધપાત્ર માત્રા હોય છે જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં મદદ કરે છે. વિટામિન - સી સફેદ લાલ રક્તકણો પણ વધારે છે. આ સિવાય સાઇટ્રસ ફૂડ પણ એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર હોય છે. વિટામિન સી લીંબુ, નારંગી, ગ્રેપફ્રૂટ, આમળા, કીવી વગેરેમાં જોવા મળે છે.
2. આદુ :-
રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે પણ આદુ એક ઉત્તમ ખોરાક છે. ગળામાં દુખાવો, સોજો, ઉબકા અને ડેન્ગ્યુ તાવ જેવી ઘણી સમસ્યાઓ આદુના સેવનથી દૂર કરી શકાય છે.
3. હળદર :-
હળદરનો ઉપયોગ રોગોની સારવારમાં આજથી જ નહીં પરંતુ ઘણા સમય પહેલાથી કરવામાં આવે છે. તેને ગોલ્ડન મસાલા તરીકે પણ ઓળખવામાં આવે છે. હળદર રોગપ્રતિકારક તંત્રના કાર્યને સુધારવામાં પણ મદદ કરે છે. આ મસાલા બળતરા વિરોધી ગુણોથી ભરપૂર છે.
4. લસણ :-
લસણમાં એન્ટીબેક્ટેરિયલ અને એન્ટી ફંગલ ગુણ હોય છે જે ચેપ સામે લડવામાં મદદ કરે છે. તેથી તેને તમારા આહારમાં અલગ-અલગ રીતે પરંતુ ચોક્કસથી સામેલ કરો.
5. દહીં :-
દહીં ખૂબ જ સારું પ્રોબાયોટિક છે, જે રોગપ્રતિકારક તંત્રની કામગીરીને ઉત્તેજિત કરે છે. તમે દિવસના કોઈપણ સમયે તાજા દહીંનું સેવન કરી શકો છો. આ સિવાય દહીં તેને લગતી સમસ્યાઓને દૂર કરીને પાચનક્રિયાને સુધારવામાં પણ મદદ કરે છે.
6. પાલક :-
જો કે ચોમાસામાં પાલક ન ખાવાની સલાહ આપવામાં આવે છે કારણ કે તેમાં કૃમિ થવાની સંભાવના હોય છે પરંતુ તેને બરાબર સાફ કરીને, ઉકાળીને તેનો ઉપયોગ કરી શકાય છે. પાલક ખૂબ જ ફાયદાકારક લીલા શાકભાજી છે. તેમાં વિટામિન સી, એન્ટીઓક્સીડેન્ટ અને બીટા કેરોટીન જેવા પોષક તત્વો હોય છે. આ સિવાય તેમાં ફાઈબર પણ હોય છે જે પાચનક્રિયાને યોગ્ય રાખે છે અને વજન પણ નિયંત્રિત કરે છે.
7. બદામ :-
આપણે દરરોજ ડ્રાયફ્રૂટ્સનું સેવન કરવું જોઈએ. આ એક ખૂબ જ હેલ્ધી ઓપ્શન છે, જેમાંથી થોડી માત્રામાં ખાવાથી પેટ ભરાય છે અને સૌથી મહત્વની વાત એ છે કે તેમાં વિટામિન્સ હોવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. બદામના સેવનથી હૃદયની તંદુરસ્તી પણ સારી રાખી શકાય છે.
ભરૂચ: દેશના સૌથી મોટા ડ્રગ્સ કૌભાંડનો ખુલાસો,પાનોલીની કંપનીમાંથી...
16 Aug 2022 1:51 PM GMTઅમદાવાદ: પુત્ર CAની પરીક્ષામાં પ્રથમ પ્રયત્ને પાસ થતા રાઠી પરિવારે...
15 Aug 2022 12:05 PM GMTવડોદરાના સાવલીમાંથી ઝડપાયેલ કરોડો રૂપિયાના ડ્રગ્સ કેસમાં ભરૂચનું...
17 Aug 2022 12:45 PM GMTભરૂચ : નેત્રંગમાં સિંચાઈ યોજનાના લાખો રૂપિયાના મુદ્દામાલની ચોરીનો ભેદ...
16 Aug 2022 10:16 AM GMTઅંકલેશ્વર : સરગમ હોસ્પિટલની ગંભીર બે'દરકારી, ઇન્જેક્શન આપ્યા બાદ...
14 Aug 2022 9:38 AM GMT
ભરૂચ: નર્મદા મૈયા બ્રિજ કે ગોલ્ડનબ્રિજ પર ફોટોગ્રાફી કરાવવા તમારું...
18 Aug 2022 4:48 PM GMTસુરત: મહિલા તબીબ સાથે દુષ્કર્મ આચારનાર નરાધમની પોલીસે કરી ધરપકડ,જુઓ...
18 Aug 2022 1:47 PM GMTજુનાગઢ: ઓજતનો પાળો તૂટતા ઘેડ પંથક જળબંબાકાર,ખેડૂતોને રાતા પાણીએ રોવાનો...
18 Aug 2022 1:16 PM GMTસુરત: શાળામાં ચાલુ શિક્ષણકાર્ય દરમ્યાન શિક્ષિકા ધૂણી રહ્યા હોવાનો...
18 Aug 2022 12:37 PM GMTભરૂચ શહેર કોંગ્રેસના પ્રમુખ સહિત 7 હોદ્દેદારોના રાજીનામા, જગદીશ...
18 Aug 2022 12:21 PM GMT