Connect Gujarat
સુરત 

મહારાષ્ટ્રના રાજકારણમાં ઉથલપાથલ, શિવસેનાના 11 ધારાસભ્યોના સુરતમાં ધામા

સૂત્રોનું કહેવું છે કે શિવસેનાના મંત્રી અને મોટા નેતા એકનાથ શિંદે સહિત 11 ધારાસભ્ય સુરત આવ્યા છે અને હોટલમાં રોકાયા છે.

મહારાષ્ટ્રના રાજકારણમાં ઉથલપાથલ, શિવસેનાના 11 ધારાસભ્યોના સુરતમાં ધામા
X

મહારાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપ આવે તેવી સંભાવના દેખાઈ રહી છે શિવસેનાના 10થી વધારે ધારાસભ્ય હાલ ગુજરાતમાં પહોંચ્યા છે. તમામ લોકોને સુરતની એક જાણીતી હોટલમાં રાખવામાં આવ્યા છે. સૂત્રોનું કહેવું છે કે શિવસેનાના મંત્રી અને મોટા નેતા એકનાથ શિંદે સહિત 11 ધારાસભ્ય સુરત આવ્યા છે અને હોટલમાં રોકાયા છે.

શિવસેના નેતા એકનાથ શિંદે પાર્ટીથી નારાજ છે તેવી માહિતી સામે આવી રહી છે શિવસેનાના 11 જેટલા ધારાસભ્યો જે હોટલમાં રોકાયા છે ત્યાં પોલીસ પહેરો ગોઠવી દેવામાં આવ્યો છે. અહીં કોઈને પણ જવા દેવાની મંજૂરી નથી. તમામ ધારાસભ્યો મોડી રાત્રે જ અહીં પહોંચ્યા હોવાના અહેવાલ છે. તમામ ધારાસભ્યો ડુમસ રોડ પર આવેલી મેરિયટ હોટલમાં બંધ છે. પોલીસ હાલ કોઈ પણ વ્યક્તિને બેરિકેડ થી અંદર જવા દેતી નથી. એવી ચર્ચા છે કે મોડી રાતથી અહીં બેઠકનો દોર ચાલી રહ્યો છે.

તમામ ધારાસભ્યો ગુજરાતના નેતાઓના સંપર્કમાં હોવાનું કહેવામાં આવી રહ્યું છે.એકનાથ શિંદે શિવસેનાના મોટા નેતા છે. મહારાષ્ટ્ર રાજનીતિમાં તેમની સારી પકડ છે. તેઓ સારા રણનીતિકાર છે. તેમને વર્તમાન સીએમ ઉદ્ધવ ઠાકરેના નજીકના સાથી માનવામાં આવે છે. જોકે, છેલ્લા થોડા દિવસોથી તેઓ નારાજ હોવાનું કહેવામાં આવી રહ્યું છે

Next Story