Connect Gujarat
સુરત 

સુરત:એક લાખના પગારદાર GST સુપ્રિટેન્ડન્ટ રૂ. 5 હજારની લાંચ લેતા રંગેહાથે ઝડપાયા

ACB વિભાગે સપાટો બોલાવી સુરતમાં GST સુપ્રિટેન્ડન્ટ સુશીલ અગ્રવાલ રૂપિયા 5 હજારની લાંચ લેતા ઝડપાયા છે. કે જેઓનો માસિક પગાર રૂપિયા 1.40 લાખ છે

સુરત:એક લાખના પગારદાર GST સુપ્રિટેન્ડન્ટ રૂ. 5 હજારની લાંચ લેતા રંગેહાથે ઝડપાયા
X

એસીબી વિભાગે સપાટો બોલાવી સુરતમાં GST સુપ્રિટેન્ડન્ટ સુશીલ અગ્રવાલ રૂપિયા 5 હજારની લાંચ લેતા ઝડપાયા છે. કે જેઓનો માસિક પગાર રૂપિયા 1.40 લાખ છે અને હજુ તો તેઓની નિવૃત્તિના 8 વર્ષ બાકી છે ત્યારે એસીબીના હાથે પકડાઈ જતાં ચકચાર મચી છે.તેઓએ GST રિફંડના નાણાં રિલીઝ કરવા લાંચ માંગી હતી. ટેક્સ કન્સલ્ટન્ટ પાસે રૂપિયા 4 લાખનું રિફંડ ચૂકવવા તેઓએ લાંચ લીધી હોવાનું જાણવા મળી રહ્યું છે.

ACB એ છટકું ગોઠવી નાનપુરા GST ભવનમાં બીજા માળે ઓફિસમાંથી સુપ્રિટેન્ડન્ટ સુશીલ અગ્રવાલને લાંચ લેતા રંગેહાથે ઝડપી પાડ્યા હતા. નાનપુરા જીએસટી ભવન માં બીજા માળે સેન્ટ્રલ જીએસટી અને સેન્ટ્રલ એકસાઇઝ વિભાગની ઓફિસમાં સુપ્રિટેન્ડન્ટ તરીકે ફરજ બજાવનાર સુશીલ અગ્રવાલ (52) એ ટેક્સ કન્સલ્ટન્ટ પાસેથી રૂપિયા 5 હજારની લાંચ માંગી હતી. કન્સલ્ટન્ટે મિલ માલિકના જીએસટી રિફંડ ના નાણાં મેળવવા પ્રોસેસ કરી હતી. આથી સુપ્રિટેન્ડન્ટ રિફંડના નાણાં રિલીઝ કરવા માટે ટેક્સ કન્સલ્ટન્ટ પાસેથી રૂપિયા 5 હજારની માંગણી કરી હતી. બાદમાં લાંચિયા લાંચની રકમ ટેબલ ડ્રોઅરમાં મુકી દીધી હતી એસીબીના હાથે પકડાયા બાદ મોડી રાતે એસીબીના સ્ટાફે સુપ્રિટેન્ડન્ટ સિટીલાઇટ ઘરે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.

Next Story