સુરત: દિવાળીની રાત્રિએ ગુમ થયેલ અઢી વર્ષની બાળકીનો મળ્યો મૃતદેહ,અપહરણ બાદ હત્યાની આશંકા

દિવાળીની રાત્રે ઘર આંગણે રમતી અઢી વર્ષની બાળકી રહસ્યમય રીતે ગુમ થયેલી આજે વડોદ ગામમાં જ ઝાડીમાંથી મૃત હાલતમાં મળી આવતા ચકચાર મચી જવા પામી

New Update

સુરતના પાંડેસરા વડોદ ગામમાંથી દિવાળીની રાત્રે ઘર આંગણે રમતી અઢી વર્ષની બાળકી રહસ્યમય રીતે ગુમ થઈ ગઈ હતી. આજે વડોદ ગામમાં જ ઝાડીમાંથી બાળકી મૃત હાલતમાં મળી આવતા ચકચાર મચી જવા પામી છે

સુરતના પાંડેસરા વિસ્તારમાં વડોદ ગામમાં અઢી વર્ષની બાળકી દિવાળીની રાતથી ગુમ થઈ હતી. બાળકીના પિતા મિલમાં મજૂરી કામ કરે છે. બે બાળકીઓમાં આ મોટી દીકરી હતી. ઘર આંગણે રમતા રમતા ગુમ થઈ ગઈ હતી. ઘરની આજુબાજુ ઝાડી-જંગલ છે, પોલીસ બધા જ કામ છોડીને દીકરીને રાત-દિવસથી શોધી રહી હતી. બાળકી જ્યાંથી ગુમ થઈ હતી ત્યાં આજુબાજુના સીસીટીવી પણ ચેક કરાયા હતા.PCB, DCB સહિતની ટીમો તહેવારો છોડી કામે લાગી હતી.100થી વધુ પોલીસ જવાન દીકરીના ફોટો લઈ ગલી ગલીએ ફરી હતી. ત્યારે વડોદ ગામમાં ઝાડીમાંથી બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. જેથી પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને અપહરણ તેમજ હત્યાની દિશામાં વધુ તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, બાળકી રમતા રમતા ક્યાંય ચાલી ગઈ કે માસૂમ બાળકીનું અપહરણ કરાયું એ વાતને લઈ શ્રમજીવી પરિવાર જ નહીં પણ પોલીસે પણ ચિંતા વ્યક્ત કરી હતી.

Read the Next Article

સુરત : પિતૃદોષની વિધિ માટે ગયેલી પરિણીતા પર કાળા જાદુના બહાને દુષ્કર્મની ઘટના, પોલીસે કરી નરાધમ ભૂવાની ધરપકડ...

સુરત શહેરના અડાજણ વિસ્તારની મહિલા સાથે દુષ્કર્મ આચરનાર બોટાદ જિલ્લાના ચિરોડા ગામના ભુવાની પોલીસે દરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update
  • ભાવનગરથી સુરત આવતી બસમાં મહિલા પર ભૂવાનું દુષ્કર્મ

  • પિતૃદોષની વિધિ માટે ગયેલી પરિણીતા ઉપર દુષ્કર્મ ગુજારયું

  • રસ્તામાં કાળાજાદુના બહાને પરિણીતા સાથે શરીર સંબંધ બાંધ્યો

  • આરોપી પિતૃદોષની વિધિ કરવાના બહાને આવ્યો હતો સંપર્કમાં

  • અડાજણ પોલીસે ભુવાની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી

સુરત શહેરના અડાજણ વિસ્તારની મહિલા સાથે દુષ્કર્મ આચરનાર બોટાદ જિલ્લાના ચિરોડા ગામના ભુવાની પોલીસે દરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સુરત શહેરના અડાજણ વિસ્તારમાં રહેતી એક પરિણીત મહિલા પિતૃદોષની વિધિ કરાવવાની હોવાથી બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ચિરોડા ગામના ભૂવા ગંગારામ રામચરણદાસ લશ્કરીના સંપર્કમાં આવી હતી. જે બાદ મહિલા પિતૃદોષની વિધિ માટે સુરતથી ભાવનગર ગઈ હતીજ્યાં તેણે ભૂવા સાથે મુલાકાત કરી હતી. વિધિ કરાવ્યા બાદ મહિલા ભૂવા સાથે ભાવનગરથી સુરત પરત ફરી રહી હતી. આ સમયે બંને એક લક્ઝરી બસમાં મુસાફરી કરી રહ્યા હતા. જેમાં ભૂવા ગંગારામે કાળા જાદુના બહાને મહિલાને વશમાં કરી તેની સાથે એકથી વધુ વખત દુષ્કર્મ આચર્યું હતુંજ્યારે મહિલા સુરત પહોંચીત્યારે તેણે તાત્કાલિક અડાજણ પોલીસ મથકમાં આ અંગે ફરિયાદ નોંધાવી હતી.

અડાજણ પોલીસે મહિલાની ફરિયાદને ગંભીરતાથી લઈ આરોપી ભૂવા ગંગારામ રામચરણદાસ લશ્કરી વિરુદ્ધ દુષ્કર્મનો ગુનો નોંધી શોધખોળ શરૂ કરી હતીત્યારે ગણતરીના કલાકોમાં જ પોલીસે આરોપી ભૂવાની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.