પૂર્વ MLAના પૂર્વ PA પર દુષ્કર્મ ગુજારવાનો આરોપ
દુષ્કર્મી રાજેશ ગોહિલની અનગઢ પાસેથી ધરપકડ
પોલીસથી બચવા ખેતરો, બસ સ્ટેન્ડ પર સુઇ રહ્યો
અનગઢથી મંદિરેથી જવાહરનગર પોલીસે દબોચ્યો
ફરિયાદ નોંધાયા બાદથી ફરાર હતો રાજેશ ગોહિલ
વડોદરા શહેરના વાઘોડિયાના પૂર્વ ધારાસભ્યના પૂર્વ પીએની દુષ્કર્મના મામલમાં જવાહરનગર પોલીસે અનગઢ મંદિરેથી દબોચી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વડોદરા શહેરના વાઘોડિયા વિધાનસભા મત વિસ્તારના પૂર્વ ધારાસભ્ય અને હાલ પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાના પૂર્વ PA રાજેશ ગોહિલે મજબુરી વશ પર્વ ધારાસભ્યની મદદ માંગવા આવેલી મહિલા પર તેના જ ઘરમાં જઇને દુષકર્મ આચર્યું છે.
આવું કૃત્ય કરતા દિકરી અને તેના મંગેતરને અંદાજો આવી જતા નરાધમે મહિલા અને તેના પરિવારને જાનથી મારી નાંખવાની ધમકી પણ આવી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. આખરે રાજેશ ગોહિલ સામે જવાહર પોલીસ મથકમાં દુષકર્મની ફરિયાદ નોંધાવવા પામી છે, ત્યારે સુત્રોના જણાવ્યા અનુસાર પીએને 3 મહિના પહેલા જ નોકરી પરથી કાઢી મુકવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે, ત્યારે હાલ તો