New Update
અમદાવાદ ઇન્સ્કોન બ્રિજ ઉપર નવ વ્યક્તિઓનો ભોગ લેનારી અકસ્માતની ગોઝારી ઘટના હજુ પણ લોકોના માનસ ઉપરથી દૂર થઈ નથી.
આમ છતાં, મધરાત્રે કાર લઈને નીકળતા નબીરાઓ સુધરતા નથી. મધરાત્રે વડોદરાના પંડ્યા બ્રિજ પાસે ફૂડ એન્ડ ડ્રગ્સ લેબોરેટરીની કમ્પાઉન્ડમાં પ્રચંડ ધડાકા સાથે કાર અથડાઇ હતી. આ કાર એટલી સ્પીડમાં હતી કે, કમ્પાઉન્ડ વોલ ધરાશાયી થઈ ગઈ હતી.
કારના આગળના ભાગનો કચ્ચરઘાણ વળી ગયો હતો. આ ઘટનામાં કારચાલકનું મોત નીપજ્યું છે. જ્યારે કારમાં સવાર અન્ય એકને ઇજા પહોંચતા ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. જો કે આ ઘટના સમયે રોડ પર કોઈ ન હોવાથી ઇસ્કોન બ્રિજ અકસ્માત જેવી મોટી દુર્ઘટના ટળી હતી.