Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ:11 પાકિસ્તાની નાગરિક બન્યા ભારતીય, કલેક્ટરના હસ્તે નાગરિકતા પત્ર એનાયત કરાયા

અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરીએ અત્યાર સુધીમાં 868 નાગરિકોને ભારતીય નાગરિકતા આપી છે

અમદાવાદ:11 પાકિસ્તાની નાગરિક બન્યા ભારતીય, કલેક્ટરના હસ્તે નાગરિકતા પત્ર એનાયત કરાયા
X

રાજ્યમાં છેલ્લા ચાર વર્ષમાં કચ્છમાં અનેક બાંગ્લાદેશ પાકિસ્તાનીઓને ભારતીય નાગરિકતા અપાયા બાદ,હવે અમદાવાદમાં પણ 11 જેટલા પાકિસ્તાની હિન્દુઓને જિલ્લા કલેકટર સંદીપ સાંગલે નાગરિકતા પત્ર એનાયત કર્યા છે.જ્યારે નવા 9 જેટલા પાકિસ્તાની હિન્દુઓને નાગરિકતા માટેના અરજી પત્રક સ્વીકારી આગામી સમયમાં તેમને પણ નાગરિકતા આપવા કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરીએ અત્યાર સુધીમાં 868 નાગરિકોને ભારતીય નાગરિકતા આપી છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની ઇન્ટેલિજન્સ બ્યુરો સર્વિસની ચકાસણી સહિતની તમામ પ્રકિયા-દસ્તાવેજોની ખરાઈ બાદ જ નાગરિકતા એનાયત થતી હોય છે. હજુ પણ 9 જેટલા નાગરિકોની અરજી નાગરિકતા મેળવવા માટે આવી છે.તેનો પણ ઝડપથી નિકાલ થાય તેવી સંભાવના છે. છેલ્લા સાત વર્ષથી કોઇ પણ એક જ સ્થળે રહેતા વિદેશી નાગરિકો, લઘુમતીઓને, બંધારણીય પ્રક્રિયા અનુસરીને નાગરિકતા પત્ર આપવામાં આવતો હોવાથી,આ સંદર્ભે અમદાવાદ જિલ્લા કલેકટર કચેરીમાં સમગ્ર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે ત્રણ વર્ષ અગાઉ કચ્છમાં 89 નાગરિકોને ભારતીય નાગરિકત્વ મળ્યું હતું.મૂળ પાકિસ્તાની પણ વર્ષોથી હિજરત કરીને આવ્યા બાદ કચ્છમાં વસવાટ કરતા આ પાકિસ્તાનીઓને નાગરિકતા પત્ર અપાયા હતા.2016 માં 17 નાગરીકો, 2017માં 26 નાગરિકો અને 2018 માં ૪૬ નાગરિકોને નાગરિકતા અપાઈ હતી. આ પાકિસ્તાની નાગરિકોને 2019ની લોકસભા ચૂંટણીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ પણ કર્યો હતો

Next Story