Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: પ્રેમીને પામવા પતિની કરી ફિલ્મી ઢબે કરી હત્યા, ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં થયો આ મોટો ખુલાસો

વેપારી પત્ની પોતાના પ્રેમીને પામવા માટે પતિને દવા પીવડાવી હત્યા કરી નાખી હતી. બાદમાં પત્નીએ હાર્ટ એટેકનું જણાવી અંતિમ વિધી કરી

અમદાવાદ: પ્રેમીને પામવા પતિની કરી ફિલ્મી ઢબે કરી હત્યા, ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં થયો આ મોટો ખુલાસો
X

અમદાવાદમાં એક ફિલ્મી ઢબે હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. જેના એક વેપારી પત્ની પોતાના પ્રેમીને પામવા માટે પતિને દવા પીવડાવી હત્યા કરી નાખી હતી. બાદમાં પત્નીએ હાર્ટ એટેકનું જણાવી અંતિમ વિધી કરી પરંતુ અમદાવાદ ક્રાઇમ બ્રાંચને શંકાની બાતમી મળતાં તેની તપાસ કરવામાં આવી હતી. જોકે આ તપાસની કામગીરીથી અમદાવાદ ક્રાઇમ બ્રાંચ ખુબ જ પ્રશંસા કરવામાં આવી રહી છે. અમદાવાદ ક્રાંઇમ બ્રાંચ દ્વારા એક ઓગસ્ટ માસમાં થયેલ હત્યાનો કેસ ઉકેલી પ્રેમી અને પ્રેમીકાને જેલના સળીયા પાછળ ધકેલ્યા આ ક્રાંઇમ બ્રાચની ઉત્તમ કામગીરીની ચારેબાજુ પ્રંશસા કરવામાં આવી રહી છે.

વેપારી પત્ની પોતાના પ્રેમને પામવા માટે તેના પતિની હત્યા કરી અમદાવાદના વસ્રાલમાં રહેતા બિપિન વેપારી જેનું શંકાસ્પદ મોત થતાં ક્રાંઇમ બ્રાંચ દ્વારા તપાસ કરવામાં આવી આ તપાસમાં સામે આવ્યુ કે તેમની પત્ની દિપ્તિ અને તેના પ્રેમી સૌરભ બન્ને એકબીજાને પ્રેમ કરતા હોવાની બિપિનને માલુમ પડતા બન્નેને ઘમકાવ્યા હતા. બન્નેને મળવા મળતુ ન હોવાથી સૌરભ જે કંપનીમાં કામ કરતો હતો તે કંપનીમા તેના મિત્રની પત્નિ એક હોસ્પિટલમાં કામ કરતી હોવાથી તેની પાસે ઉંધની ગોળી મંગાવી અને તે ગોળી સૌરભે દિપ્તિને આપી હતી. દિપ્તિ આ ગોળી પોતાના પતિને દુધમાં નાખી પીવડાવી દિધું હતુ તેના પતિ સુતા બાદ તેના પ્રેમી ને બોલાવી બિપીનના મોંઢા પર સેલોટેપ લગાવી ઓશિંકા વડે હત્યા કરી નાખી. આ બન્ને એટલા ક્રુર હતા કે હત્યા થયા બાદ પણ એ જ રૂમમાં આખી રાત બન્ને સાથે રહ્યા.

સવારમાં દિપ્તિએ 108 ફોન કરી પોતાના પતિને હાર્ટએટક આવ્યો હોવાનું જાણ કરવામાં આવી અને એમ્બ્યુલસ દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા ડોક્ટરની તપાસ બાદ મૃ્ત્યુ જાહેર કરતા તેની અંતિમ વિધી કરવામાં આવી હતી. બિપિનના અવસાન બાદ દિપ્તિ અને સૌરભ જાહેરમાં એક બીજાને મળતા લાગ્યા. તે વધારે ખુશ જોવા મળી આવી ત્યારે આસપાસના લોકોને શંકા જતા ક્રાંઇમ બ્રાંચને જાણ કરવામાં આવી અને ક્રાંઇમ બ્રાંચની જીણવટ પુર્વકની તપાસથી અંતે ખબર પડી કે બિપિનનું મોત હાર્ટ એટકથી નહિ થયું પરંતુ દિપ્તિ અને સૌરભ દ્વારા હત્યા કરવામાં આવી છે. હાલમાં ક્રાંઇમ બ્રાંચ દ્વારા બન્નેની ધરપકડ કરી જેલનાં સળીયા પાછળ ધકેલવામાં આવ્યા છે. મહત્વનુ છે કે, ક્રાંઇમ બ્રાંચની આ કામગીરીના ચારેબાજુ પ્રશંસા કરવામાં આવી રહી છે.

Next Story