Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: આજે રાત્રે બહાર ન જતા,પોલીસે કહ્યું અમારા મહેમાન ન બનતા

નવા વર્ષની ઉજવણીમાં અમારા મહેમાન બનતા નહીં. નહીંતર ભારે પડશે અમદાવાદ પોલીસ દ્વારા એક વિશિષ્ટ રીતે જ ચેતવણી

અમદાવાદ: આજે રાત્રે બહાર ન જતા,પોલીસે કહ્યું અમારા મહેમાન ન બનતા
X

આજે જે લોકો નવા વર્ષની ઉજવણી કરવાનું વિચારી રહ્યા હોય તેમના માટે આ મહત્વના સમાચાર છે. દેશના વિવિધ રાજ્યો અને શહેરમાં કોરોનાના પગલે ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે અમદાવાદ પોલીસ દ્વારા એક વિશિષ્ટ રીતે જ ચેતવણી આપવામાં આવી છે કે આ વખતે નવા વર્ષની ઉજવણીમાં અમારા મહેમાન બનતા નહીં. નહીંતર ભારે પડશેદેખીતી રીતે તમે 31મી ડિસેમ્બરે નવા વર્ષની પૂર્વ સંધ્યાએ તમે ઉજવણી અને પાર્ટીના મૂડમાં હશો.પરંતુ દેશમાં કોરોના -19 ના ઓમિક્રોન વેરિઅન્ટ ઝડપથી વધી રહેલા કેસોએ તમારા ઉજવણીના મનસુબા પર પાણી ફેરવી દીધું છે આ વખતે તમે નવા વર્ષનું સ્વાગત પણ કરશો પરંતુ તમારે રસ્તો બદલવો પડી શકે છે. દેશની ઘણી રાજ્ય સરકારોએ કોવિડ-19 સંબંધિત નવી માર્ગદર્શિકા લાગુ કરી છે. આ સાથે કોવિડથી બચવા તકેદારી રાખવાની અપીલ પણ કરવામાં આવી છે. જો તમે પાર્ટીમાં જાવ છો તો પહેલા જાણી લો કે ક્યાં અને કયા પ્રતિબંધ લગાવવામાં આવ્યા છે

Next Story