અંકલેશ્વરના પ્રતિન ચોકડી વિસ્તારમાં આવેલ બંસીવાલા ઓટોમોબાઇલ્સની સામે પાર્ક કરેલ બોલેરો પીકઅપ ગાડીની ચોરી કરી વાહન ચોરો ફરાર થઇ ગયા હતા ચોરીની ઘટના નજીકમાં લગાવેલ સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે
અંકલેશ્વરના ગુલજારભાઈ મેમણની દુકાન પ્રતિન ચોકડી વિસ્તારમાં આવેલ બંસીવાલા ઓટોમોબાઇલ્સની સામે આવેલ છે જે દુકાન પાસે તેઓએ પોતાની બોલેરો પીકઅપ ગાડી પાર્ક કરી હતી તે દરમિયાન મધરાતે વાહન ચોરો ત્રાટકી તેઓની ગાડીની ચોરી કરી ફરાર થઇ ગયા હતા..
આજરોજ સવારે ગાડી માલિક લેવા આવતા ગાડી પાર્ક કરેલ જગ્યા ઉપર નહિ દેખાતા તેઓએ શોધખોળ હાથ ધરી હતી પરંતુ મળી આવી ન હતી જેઓએ તાત્કાલિક અંકલેશ્વર શહેર પોલીસ મથકે જાણ કરી હતી તે દરમિયાન વાહન ચોરીની ઘટના નજીકમાં લગાવેલ સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે પોલીસે સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.