અંકલેશ્વર જી.આઈ.ડી.સી.ની વિહિતા ચોકડી પાસે ઇન્ટરનેટની કામગીરી કરતા કર્મચારીઓની બેગમાં રહેલ ઓ.ટી.આર.ડી.સહીત પર્સ મળી કુલ ૧ લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી અજાણ્યા ઈસમો ફરાર થઇ ગયા હતા
અંકલેશ્વરની હેપ્પી રેસીડેન્સીમાં રહેતા દિનેશ કુશવાહા ઇશાન ઈન્ટરનેટમાં નોકરી કરી છે જેઓ ક્રેડીલા કંપની પાસે ખાનગી કંપનીમાં કેબલ નાખવાનું કામ કરતા હતા તે દરમિયાન અજાણ્યા ઈસમોએ ત્યાં મુકેલ બેગ સાથેનું ઓ.ટી.આર.ડી.સહીત પર્સ મળી કુલ ૧ લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી અજાણ્યા ઈસમો ફરાર થઇ ગયા હતા..
ચોરી અંગે દિનેશ કુશવાહાએ જી.આઈ.ડી.સી.પોલીસ મથક ખાતે અરજીરુપી ફરિયાદ નોંધાવી છે આ ચોરીની ઘટના નજીકમાં લગાવેલ સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે જેમાં ત્રણ ઈસમો બેગ સાથેનું ઓ.ટી.આર.ડી લઇ જતા જોવા મળી રહ્યા છે પોલીસે સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવી તપાસ હાથ ધરી છે.