ભરૂચ જિલ્લાની આમોદ પોલીસ ઊંઘતી રહી અને LCB પોલીસે ખેલ પાર પાડી મછાસરા ગામેથી જુગાર રમતા 5 જુગારીઓને ઝડપી પાડ્યા હતા, જ્યારે એક ઈસમ નાસી છૂટ્યો હતો. મળતી માહિતી અનુસાર, આમોદ તાલુકાના મછાસરા ગામે મોટા પાયે જુગાર રમાતો હોવાની ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસને બાતમી મળતાં સ્થળ પર દરોડા પાડ્યા હતા, જ્યાં મછાસરા ગામના ખેતરની ખુલ્લી જગ્યામાં લીમડાના ઝાડ નીચે જાહેરમાં પત્તાપાના વડે હાર-જીતનો જુગાર રમતાં અંગજડતીની રોકડ રકમ 48,800 રૂપિયા, દાવ ઉપરની રોકડ રકમ 9,300 રૂપિયા તથા એક મોપેડ કિંમત 30 હજાર રૂપિયા, 2 નંગ મોબાઈલ મળી કુલ કિંમત 90,100 રૂપિયાના મુદ્દામાલ સાથે 5 જુગારીઓની ધરપકડ કરી જુગારધારા કમલ 12 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી, જ્યારે એક ઇસમ ફરાર થઈ જતાં તેને વહેલી તકે ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.
ભરૂચ : LCB પોલીસે આમોદના મછાસરા ગામેથી જુગાર રમતા 5 જુગારીઓને ઝડપી પાડ્યા...
90,100 રૂપિયાના મુદ્દામાલ સાથે 5 જુગારીઓની ધરપકડ કરી જુગારધારા કમલ 12 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
New Update