Connect Gujarat
ભરૂચ

ભરૂચ: હોળી ધુળેટી પર્વની ઉજવણીની તૈયારી, ઘરાકી ન નિકળતા વેપારીઓ મૂંઝવણમાં

ભરૂચમાં હોળી ધુળેટી પર્વની સાથે સંકળાયેલા ધાણી, ખજૂર, સહિતની સામગ્રીનો માહોલ હજુ જામી રહ્યો નથી જોકે છેલ્લા દિવસોમાં ઘરાકી નીકળશે તેવી વેપારીઓ આશા રાખી રહ્યા છે.

ભરૂચ: હોળી ધુળેટી પર્વની ઉજવણીની તૈયારી, ઘરાકી ન નિકળતા વેપારીઓ મૂંઝવણમાં
X

ભરૂચમાં હોળી ધુળેટી પર્વની સાથે સંકળાયેલા ધાણી, ખજૂર, સહિતની સામગ્રીનો માહોલ હજુ જામી રહ્યો નથી જોકે છેલ્લા દિવસોમાં ઘરાકી નીકળશે તેવી વેપારીઓ આશા રાખી રહ્યા છે.

ભારતીય સંસ્કૃતિમાં તહેવારોની સાથે વિવિધ વાનગીઓ, ખાદ્ય પદાર્થો અતૂટ રીતે વણાઈ ગયેલા જોવા મળે છે જેના વગર આ તહેવારોની ઉજવણીની કલ્પના પણ કરી શકાય તેમ નથી. રંગોના તહેવાર હોળી ધુળેટીના તહેવારોમાં ધાણી, ખજૂર, સેવ, સહિતના ખાદ્ય પદાર્થોનું અનેરું મહત્વ રહેલું છે.ખજુર,ધાણી,સેવ, દાળીયા સહિત ના હંગામી સ્ટોલ શકિતનાથ,લિંક રોડ,મકતમપુર, ઝાડેશ્વર રોડ વિગેરે લાગી ચૂક્યા છે.આ વર્ષે ગત વર્ષ જેટલા જ ભાવ લગભગ જોવા મળી રહ્યા છે. ધાણી 60થી 80 રૂપિયામાં 500 ગ્રામ તો અન્યના ભાવ પણ યથાવત જેવા છે પણ હજુ જોઈએ તેવી ઘરાકી જોવા મળી રહી નથી.જેના કારણે વેપારીઓના લલાટે ચિંતાની રેખાઓ જોવા મળી રહી છે પણ અંતિમ બે દિવસમાં ઘરાકી નીકળશે તેવી આશા વેપારીઓ રાખી રહ્યા છે.

Next Story